જ્યારે જન્નતી લોકો જન્નતમાં દાખલ થશે, તો એક સૂચના આપનાર ફરિશ્તો સૂચના આપશે: તમે હમેંશા જીવિત રહેશો, તમને ક્યારેય…

જ્યારે જન્નતી લોકો જન્નતમાં દાખલ થશે, તો એક સૂચના આપનાર ફરિશ્તો સૂચના આપશે: તમે હમેંશા જીવિત રહેશો, તમને ક્યારેય મૃત્યુ નહીં આવે, તમે હમેંશા યુવાન જ રહેશો ક્યારેય વૃદ્ધ નહીં થાઓ, તમે હમેંશા ખુશહાલ રહેશો ક્યારેય તમે દુઃખી નહીં થાઓ

અબૂ સઇદ ખુદરી અને અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુમા બન્ને રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે જન્નતી લોકો જન્નતમાં દાખલ થશે, તો એક સૂચના આપનાર ફરિશ્તો સૂચના આપશે: તમે હમેંશા જીવિત રહેશો, તમને ક્યારેય મૃત્યુ નહીં આવે, તમે હમેંશા યુવાન જ રહેશો ક્યારેય વૃદ્ધ નહીં થાઓ, તમે હમેંશા ખુશહાલ રહેશો ક્યારેય તમે દુઃખી નહીં થાઓ», અલ્લાહ તઆલા કુરઆનમાં કહે છે: {અને તેઓને પોકારીને કહેવામાં આવશે કે આ જન્નતના તમે વારસદાર બનાવવામાં આવ્યા છો, અને આ તે (નેક) કાર્યોનો બદલો છે, જે તમે દુનિયામાં કરતા રહ્યા} [અલ્ અઅરાફ: ૪૩].

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વર્ણન કરી રહ્યા છે કે જન્નતી લોકોને સૂચના આપનાર ફરિશ્તો સૂચના આપશે અને તે સૌ નેઅમતોમાં હશે: જન્નતમાં તમે સૌ સંપૂર્ણ રીતે તંદુરસ્ત રહેશો, ક્યારેય તમને બીમારી નહીં આવે, તમે સૌ હમેંશા જીવિત રહેશો ક્યારેય તમને મૃત્યુ નહીં આવે, અને ન તો ઊંઘ આવશે, તમે સૌ યુવાન રહેશો ક્યારેય તમે વૃદ્ધ નહીં થાઓ, હમેંશા તમે ખુશ રહેશો ક્યારેય તમે દુઃખી અને હતાશ નહીં થાઓ, આના વિશે અલ્લાહ તઆલા કહે છે: {અને તેઓને પોકારીને કહેવામાં આવશે કે આ જન્નતના તમે વારસદાર બનાવવામાં આવ્યા છો, અને આ તે (નેક) કાર્યોનો બદલો છે, જે તમે દુનિયામાં કરતા રહ્યા} [અલ્ અઅરાફ: ૪૩].

فوائد الحديث

દુનિયામાં ચાર વસ્તુઓ એવી છે, જે એક માનવીની ખુશીને બરબાદ કરી શકે છે: બીમારી, મૃત્યુ, વૃદ્ધાવસ્થા, દુઃખ, ગમ, ચિંતા દુશ્મન અને ફકીરીનો ભય, પરંતુ જન્નતી લોકો આ દરેક બાબતોથી સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે.

જન્નતની નેઅમતો દુનિયાની નેઅમતો કરતા જુદી હશે, જન્નતની નેઅમતોનો કોઈ ભય નહીં હોય, અને દુનિયાની નેઅમત ન તો હમેંશા બાકી રહેશે અને તેમાં તકલીફ અને બીમારી હોય છે.

વધુમાં વધુ નેક અમલ કરવા પ્રત્યે પ્રોત્સાહન આપ્યું છે, જેથી જન્નતની નેઅમતોના હકદાર બની શકો.

التصنيفات

જન્નત અને જહન્નમની લાક્ષણિકતા