કોઈ સ્ત્રી ત્યાં સુધી બે દિવસ કે તેથી વધારે સફર ન કરે, સિવાય એ કે તેની જોડે તેનો પતિ અથવા કોઈ મહરમ હોય

કોઈ સ્ત્રી ત્યાં સુધી બે દિવસ કે તેથી વધારે સફર ન કરે, સિવાય એ કે તેની જોડે તેનો પતિ અથવા કોઈ મહરમ હોય

અબૂ સ્ઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુએ નબી ﷺ સાથે બાર યુદ્ધોમાં ભાગ લીધો હતો, તેઓએ કહ્યું: મેં નબી ﷺ પાસેથી ચાર વાતો સાંભળી, જે મને સારી લાગી, નબી ﷺ એ કહ્યું: «કોઈ સ્ત્રી ત્યાં સુધી બે દિવસ કે તેથી વધારે સફર ન કરે, સિવાય એ કે તેની જોડે તેનો પતિ અથવા કોઈ મહરમ હોય, અને બે દિવસે રોઝા ન રાખે, એક ઇદુલ્ ફિત્રના દિવસે અને એક ઇદુલ્ અઝ્હાના દિવસે, ફજર પછી થી લઈ સૂર્યોદય સુધી અને અસર પછી થી લઈ સૂર્યાસ્ત સુધી કોઈ નમાઝ નથી, અને ત્રણ મસ્જિદો સિવાય બીજી કોઈ પણ જગ્યાએ સફર માટે સામાન તૈયાર કરવામાં ન આવે, એક મસ્જિદે હરામ, બીજું મસ્જિદે નબવી, ત્રીજું મસ્જિદે અકસા».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ ચાર પ્રકારના કામોથી રોક્યા છે: પહલું: સ્ત્રીને બે દિવસ કે તેથી વધારે પોતાના પતિ કે કોઈ મહરમ વગર સફર કરવાથી રોકવામાં આવી છે, અને મહરમ તે સગા સંબંધીઓ માંથી તે છે જેની જોડે તેના માટે હંમેશા શાદી કરવી હરામ હોય, જેમકે પિતા, પુત્ર, ભત્રીજો, ભાળીયો, કાકા, માંમાં, વગેરે. બીજું: અને બે દિવસે રોઝા રાખવાથી રોક્યા છે, એક ઇદુલ્ ફિત્રનો દિવસ અને બીજો ઇદુલ્ અઝ્હાનો દિવસ, તે કોઈ પણ પ્રકારનો રોઝો કેમ ન હોય, જેમકે નઝરનો રોઝો, નફલી રોઝો, અથવા કફ્ફારાનો રોઝો. ત્રીજું: ફજર પછી થી લઈ સૂર્યોદય સુધી અને અસર પછી થી લઈ સૂર્યાસ્ત સુધી કોઈ પણ પ્રકારની નફિલ નમાઝ પઢવાથી રોકવામાં આવ્યા છે. ચોથું: કોઈ પણ જગ્યાનો તેની મહાનતા સમજી અથવા આ ત્રણ મસ્જિદો સિવાય કોઈ પણ જગ્યાનો એવી માન્યતા રાખી સફર કરવો કે ત્યાં જવાથી નેકીઓમાં વધારો થશે, તો આમ કરવાથી રોકવામાં આવ્યા છે, તેથી આ ત્રણ મસ્જિદો, એક મસ્જિદે હરામ, બીજી મસ્જિદે નબવી, ત્રીજી મસ્જિદે અકસા સિવાય બીજી કોઈ જગ્યાએ નમાઝ પઢવાની નિયતથી સફર કરવામાં ન આવે; કારણકે આ ત્રણ મસ્જિદો સિવાય અન્ય મસ્જિદોમાં નમાઝ પઢવાથી સવાબમાં વધારો થતો નથી.

فوائد الحديث

મહરમ વગર સ્ત્રી માટે સફર કરવું જાઈઝ નથી.

એક સ્ત્રી બીજી સ્ત્રી માટે સફરમાં મહરમ નથી બની શક્તિ; કારણકે નબી ﷺ એ કહ્યું: "તેનો પતિ અથવા તેનો મહરમ".

તે દરેક સફર જેને સફર કહેવામાં આવે છે, તેના માટે પતિ કે મહરમ વગર સફર કરવો હરામ છે, અને આ હદીષ દરેક સવાલ કરનારની સ્થિતિ અને જગ્યા પ્રમાણે લાગુ પડશે.

સ્ત્રીનો મહરમ તેનો પતિ અથવા તે વ્યક્તિ છે જેની જોડે તે કાયમી સંબંધના કારણે શાદી કરી નથી શક્તિ, જેમકે, તેના પિતા, પુત્ર, માંમાં, કાકા, અથવા પાલક પિતા, પાલક પિતાના કારણે મામાં, અથવા સાસરિયાં સંબંધના કારણે, જેમકે પતિનો પુત્ર, જે મુસલમાન, પુખ્તવય, બુદ્ધિશાળી, અને ભરોસા પાત્ર હોય, અને મહરમ હોવાનો હેતુ એ છે કે તે સ્ત્રીની મદદ કરે, તેની સુરક્ષા કરે, અને તેનું ધ્યાન રાખે.

ઇસ્લામની શરીઅત (કાનૂન) સ્ત્રીનો ખ્યાલ રાખે છે, તેમની સુરક્ષા કરે છે, અને મદદ કરે છે.

કોઈ પણ પ્રકારની નમાઝ ફજર પછી અને અસર પછી પઢવી યોગ્ય નથી, પરંતુ છૂટી ગયેલી નમાઝો પઢી શકાય છે, એ હાજત (જરૂરત)ની નમાઝ, જેમકે મસ્જિદમાં દાખલ થતી વખતે પઢવામાં આવતી નમાઝ, તો તે પઢી શકાય છે.

સૂર્યોદય થાય પછી તરત જ નમાઝ પઢવી હરામ છે, અહી સુધી કે સૂરજ નીકળી એક ભાલા બરાબર ઊગી જાય, જે દસ મિનિટ, અથવા પંદર મિનિટ જેટલો સમય હોય છે.

અસર પછીનો સમય સૂર્યાસ્ત સુધીને સમય છે.

ત્રણ મસ્જિદો તરફ સફર કરવો જાઈઝ છે.

આ ત્રણ મસ્જિદોની મહત્ત્વતા, અને અન્ય મસ્જિદો પર યોગ્યતા.

કબરોની મુલાકાત લેવા માટે સફર કરવો હરામ છે, ભલેને તે કબર નબી ﷺ ની પણ કેમ ન હોય, અને જે વ્યક્તિ મદીનહમાં હોય અથવા બીજા કોઈ કારણે ત્યાં આવ્યો હોય, તો તેના માટે નબી ﷺ ની કબરની મુલાકાત લેવી જાઈઝ છે.

التصنيفات

મસ્જિદે હરામ, મસ્જિદે નબવી અને બૈતુલ્ મુકદ્દ્સ બાબતે આદેશો, અહકામુન્ નિસા (સ્ત્રીઓના આદેશો), મક્કા, મદીના અને અકસાનો ઇતિહાસ