અલ્લાહુમ્મ બાઇદ બયની, વ બય્ન ખતાયાય કમા બાઅદ્ત બય્નલ્ મશરિકિ વલ્ મગરિબિ

અલ્લાહુમ્મ બાઇદ બયની, વ બય્ન ખતાયાય કમા બાઅદ્ત બય્નલ્ મશરિકિ વલ્ મગરિબિ

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) નમાઝ માટે તકબીરે તેહરિમા (અલ્લાહુ અકબર) કહેતા તો કુરઆન (સૂરે ફાતિહા) પઢતા પહેલા થોડી વાર માટે શાંત રહેતા, તો મેં પૂછ્યું: હે અલ્લાહના પયગંબર! મારા માતા પિતા તમારા પર કુરબાન થાય, તમે તકબીરે તેહરિમા (અલ્લાહુ અકબર) અને કુરઆન (સૂરે ફાતિહા) પઢવા દરમિયાન ચૂપ રહો છો? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «હું આ દુઆ પઢું છું: "અલ્લાહુમ્મ બાઇદ બયની, વ બય્ન ખતાયાય કમા બાઅદ્ત બય્નલ્ મશરિકિ વલ્ મગરિબિ, અલ્લાહુમ્મ નક્કીની મિન્ ખતાયાય, કમા યુનક્કષ્ ષવ્બુલ્ અબ્યઝુ મિનદ્ દનસ, અલ્લાહુમ્મગ્ સિલ્ની મિન ખતાયાય બિષ્ ષલ્જિ વલ્ માઇ વલ્ બર્દ" (અર્થાત્: હે અલ્લાહ! તું મારા અને મારા ગુનાહો વચ્ચે એટલું અંતર કરી દે જેટલું પૂર્વ અને પશ્ચિમ દરમિયાન છે, હે અલ્લાહ! મને ગુનાહોથી એવી રીતે પાક કરી દે, જે રીતે સફેદ કપડાં માંથી મેલ સાફ કરવામાં આવે છે, હે અલ્લાહ! તું મારા ગુનાહોને પાણી, બરફ અને કરા વડે ધોઈ નાખ)».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે નમાઝ માટે તકબીર કહેતો તો સૂરે ફાતિહા પઢતા પહેલા થોડી વાર ચૂપ રહેતા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પોતાની નમાઝ શરૂ કરતાં પહેલા કેટલીક દુઆઓ પઢતા હતા, જેમાંથી એક દુઆ આ પણ પઢતા: «"અલ્લાહુમ્મ બાઇદ બયની, વ બય્ન ખતાયાય કમા બાઅદ્ત બય્નલ્ મશરિકિ વલ્ મગરિબિ, અલ્લાહુમ્મ નક્કીની મિન્ ખતાયાય, કમા યુનક્કષ્ ષવ્બુલ્ અબ્યઝુ મિનદ્ દનસ, અલ્લાહુમ્મગ્ સિલ્ની મિન ખતાયાય બિલ્ માઇ વષ્ ષલ્જિ વલ્ બર્દ" (હે અલ્લાહ! તું મારા અને મારા ગુનાહો વચ્ચે એટલું અંતર કરી દે જેટલું પૂર્વ અને પશ્ચિમ દરમિયાન છે, હે અલ્લાહ! મને ગુનાહોથી એવી રીતે પાક કરી દે, જે રીતે સફેદ કપડાં માંથી મેલ સાફ કરવામાં આવે છે, હે અલ્લાહ! તું મારા ગુનાહોને પાણી, બરફ અને કરા વડે ધોઈ નાખ)». નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સર્વ શ્રેષ્ઠ અને ઉચ્ચ અલ્લાહ પાસે દુઆ કરતાં કે તે તેમના અને તેમના ગુનાહો દરમિયાન એટલી દૂરી કરી, જે ક્યારે ભેગા ન થઈ શકે, જેમકે પૂર્વ અને પશ્ચિમ ક્યારે ભેગા થતાં નથી, અને અને જો તે ગુનાહોમાં સપડાઈ જાય તો તેમને એવી રીતે સાફ કરી દે, જેવી રીતે સફેદ કપડાં માંથી મેલ સાફ કરવામાં આવે છે, એવી જ રીતે તેમને પાણી, બરફ અને કાર જેવી ઠંડી વસ્તુઓ વડે ગુનાહોને ધોઈ નાખ, અને ગુનાહોની જ્વાળાની ગરમીથી ઠંડા કરી દે.

فوائد الحديث

દુઆએ ષનાને જહરી (મોટા અવાજે કિરઅત કરી પઢવામાં આવતી નમાઝ, જેમકે ફજર, મગરિબ અને ઈશા) અને સિર્રી (ધીમા અવાજે કિરઅત કરી પઢવામાં આવતી નમાઝ, જેમકે જોહર અને અસર) બંને પ્રકારની નમાઝોમાં ધીમા અવાજે પઢવી જોઈએ.

સહાબાઓનું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની દરેક સ્થિતિ વિષે જાણવાની ઉત્સુકતા.

દુઆએ ષનાના અન્ય શબ્દો પણ વર્ણન કરવામાં આવ્યા છે, શ્રેષ્ઠ એ છે કે માનવી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) દ્વારા સાબિત દુઆઓને યાદ કરી લે અને ક્યારેક એક દુઆ પડે તો ક્યારેક બીજી દુઆ પઢે.

التصنيفات

નમાઝના ઝિકર