?અલ્લાહ એ નક્કી કરેલ હદનો ખ્યાલ રાખનાર અને અલ્લાહએ નક્કી કરેલ હદ વટાવી જનાર વ્યક્તિનું ઉદાહરણ તે લોકો જેવુ છે,…

?અલ્લાહ એ નક્કી કરેલ હદનો ખ્યાલ રાખનાર અને અલ્લાહએ નક્કી કરેલ હદ વટાવી જનાર વ્યક્તિનું ઉદાહરણ તે લોકો જેવુ છે, જેમણે એક હોડી બાબતે ચિઠ્ઠી ઊછાળી, જેના પરિણામે કેટલાક લોકો હોડીના ઉપરના ભાગમાં અને કેટલાક લોકો નીચેના ભાગમાં વહેંચાઈ ગયા

નૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ એ નક્કી કરેલ હદનો ખ્યાલ રાખનાર અને અલ્લાહએ નક્કી કરેલ હદ વટાવી જનાર વ્યક્તિનું ઉદાહરણ તે લોકો જેવુ છે, જેમણે એક હોડી બાબતે ચિઠ્ઠી ઊછાળી, જેના પરિણામે કેટલાક લોકો હોડીના ઉપરના ભાગમાં અને કેટલાક લોકો નીચેના ભાગમાં વહેંચાઈ ગયા, જે લોકો નીચેના ભાગમાં હતા તેઓને પાણી લેવા માટે ઉપર જવું પડતું હતું, તો તેઓ કહેવા લાગ્યા: શું આપણે આપણા ભાગમાં કાળું ન કરી લઈએ, જેથી ઉપરના લોકોને તકલીફ ન થાય, જો ઉપરના ભાગના લોકો તેમને એજ સ્થિતિમાં છોડી દે, તો તે દરેકે દરેક લોકો નષ્ટ થઈ જશે, અને જો તેઓ તેમને આવું કરવાથી રોકી લેશે તો તેઓ દરેક બચી જશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ તે લોકોનું ઉદાહરણ આપ્યું જેઓ અલ્લાહએ નક્કી કરેલ હદનો ખ્યાલ રાખે છે કે તેઓ અલ્લાહના આદેશ પર અડગ રહે છે, સત્કાર્યોનો આદેશ આપે છે અને બુરાઈથી રોકે છે, અને તે વ્યક્તિનું ઉદાહરણ જેઓ અલ્લાહએ નક્કી કરેલ હદ વટાવી જાય છે, તેઓ નેકી કરવાનું છોડી દે છે, અને ગુનાહના કાર્યો કરવા લાગે છે, અને તેનો અસર આખા સમાજમાં જોવા મળે છે, તે લોકોની માફક જેઓ એક હોડીમાં સવાર થયા, બેઠક બાબતે તેઓએ ચિઠ્ઠી ઊછાળી, કે કોણ નીચે બેસશે અને કોણ ઉપર, તો કેટલાક લોકોને ઉપર બેસવું પડ્યું તો કેટલાકને નીચે, તો જે લોકો નીચે હતા, જ્યારે તેમને પાણીની જરૂર પડતી તો તેઓને ઉપર જવું પડતું હતું, તો નીચેના લોકોએ કહ્યું: શું આપણે લોકો આપણી જ જગ્યાએ એક કાળું ના કરી લઇએ, જેથી આપણે અહીંયાથી પાણી લઇ શકાય અને પીવું હોઈ તો પી પણ શકાય, અને આપણે ઉપરવાળાને પણ તકલીફ ન આપવી પડે,તો જો ઉપરના લોકો તેઓને આવું કરવા દે તો સંપૂર્ણ હોડી ડૂબી જશે, પરંતુ જો તેઓ તેમને આમ કરવાથી રોકશે અને તેઓની વચ્ચે ઊભા થઈ જશે તો તેઓ બન્ને લોકો બચી જશે.

فوائد الحديث

સમાજની સુરક્ષા અને તેની સફળતા માટે નેકીનો આદેશ આપવા અને બુરાઈથી રોકવાની મહત્ત્વતા.

આ હદીષ શિક્ષા આપવાના તરીક માંથી એક છે કે સામે વાળાને વાત સમજાવવા માટે ઉદાહરણ આપી શકાય છે.

જાહેરમાં બુરાઈ કરવી અને તેની નિંદા ન કરવી નુકસાનકારક છે અને તે નુકસાન સમગ્ર લોકોને ભોગવવું પડશે.

ગુનાહનું કામ કરવાવાળાઓને તેની પરવાનગી આપવાથી સમાજ નષ્ટ થઈ જાય છે.

ખરાબ કામ અને સારી નિયતએ સુધારા માટે યોગ્ય નથી.

મુસલમાન સમાજમાં જવાબદારી દરેકને સોંપવામાં આવી છે, તે કોઈ એક માટે ખાસ નથી.

કોઈ ખાસ ગુનાહ કરે અને તેને રોકવામાં ન આવે તો તેમની સાથે સાથે સામાન્ય લોકોને પણ સજા જરૂર થશે.

ગુનાહ કરવાવાળા પોતાની બુરાઈને એવી રીતે જાહેર કરે છે કે તે સમાજ માટે સારું કાર્ય કરી રહ્યા છે, જેમકે મુનફિક લોકો કરે છે.

التصنيفات

ભલાઈ તરફ બોલાવવા અને બુરાઈથી રોકવાઇ મહ્ત્વતા, ભલાઈ તરફ બોલાવવા અને બુરાઈથી રોકવાઇ મહ્ત્વતા