તમારા માટે પૂરતું હતું કે તમે આ પ્રમાણે જમીન પર હાથ મારતા», ફરી નબી ﷺએ જમીન પર એકવાર હાથ મારી બતાવ્યું, ફરી નબી ﷺએ…

તમારા માટે પૂરતું હતું કે તમે આ પ્રમાણે જમીન પર હાથ મારતા», ફરી નબી ﷺએ જમીન પર એકવાર હાથ મારી બતાવ્યું, ફરી નબી ﷺએ પોતાના ડાબા હાથથી જમણા હાથ પર હથેળીઓના બહારના ભાગમાં મસહ કર્યો, અને પછી મોઢાનો મસહ કર્યો

અમ્માર બિન યાસિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે તેઓ કહે છે: મને નબી ﷺએ એક કામ માટે મોકલ્યો, (રસ્તામાં) હું જુનુબી થઈ ગયો, અને મને ક્યાંય પાણી ન મળ્યું, એટલા માટે હું માટીમાં એવી રીતે આરોટિયા ખાવા લાગ્યો જેવું કે જાનવરો આરોટિયા ખાતા હોય છે, મેં નબી ﷺને આ વિશે જણાવ્યું, તો નબી ﷺએ કહ્યું: «તમારા માટે પૂરતું હતું કે તમે આ પ્રમાણે જમીન પર હાથ મારતા», ફરી નબી ﷺએ જમીન પર એકવાર હાથ મારી બતાવ્યું, ફરી નબી ﷺએ પોતાના ડાબા હાથથી જમણા હાથ પર હથેળીઓના બહારના ભાગમાં મસહ કર્યો, અને પછી મોઢાનો મસહ કર્યો.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી ﷺએ એક સફરમાં અમ્માર રઝી અલ્લાહુ અન્હુને એક જરૂરી કામ માટે મોકલ્યા, તો તેઓ રસ્તામાં જુનુબી થઈ ગયા, અર્થાત્ મનેચ્છા સાથે વીર્યનું નીકળવું, પરંતુ તેમને સ્નાન કરવા માટે પાણી ન મળ્યું, કારણકે તેઓ જનાબત વખતે તૈયમ્મુમનો હુકમ જાણતા ન હતા, તેઓ ફક્ત નાની ગંદકી માટે તૈયમ્મુમ કરી શકાય એમ જાણતા હતા, તેમણે વિચાર્યું કે જેવી રીતે વુઝૂ માટે પાણી ન મળવા પર, તૈયમ્મુમ માટે વુઝૂના કેટલાક અંગોને માટી વડે મસો કરવામાં આવે છે, એવી જ રીતે મોટી ગંદકીથી પાક થવા માટે ગુસલના અંગો પર મસો કરી શકાતો હશે, જેથી તેઓ પોતાનું શરીર જમીન પર માટીમાં રગડવા લાગ્યા, અને પછી તેઓએ પોતાના શરીરને ઢાંકી નમાઝ પઢી, જ્યારે તેઓ નબી ﷺ પાસે પાછા આવ્યા, તો નબી ﷺને સંપૂર્ણ વાત જણાવી, જેથી તેઓ જાણી શકે કે તેઓએ બરાબર કર્યું કે ખોટું? નબી ﷺએ નાની ગંદકી જેવી કે પેશાબ અને મોટી ગંદકી જેવી કે જનાબત બન્નેથી પાકી પ્રાપ્ત કરવાનો તરીકો જણાવ્યો, અને એ તરીકો આ પ્રમાણે હતો કે એક વખત જમીન પર માટીમાં હાથ મારો, પછી તેને જમણા હાથ પર ડાબા હાથ વડે મસો કરો અને પછી બન્ને હથેળીઓ અને મોઢાના ઉપરના ભાગમાં પણ મસો કરો.

فوائد الحديث

તયમ્મુમ પહેલા પાણી શોધવુ જરૂરી છે.

જો પાણી ન મળે અને જનાબત હોય તેના માટે તયમ્મુમ કરવું યોગ્ય ગણાશે.

જેવી રીતે નાની ગંદકી માટે તયમ્મુમ કરવું કરવું યોગ્ય છે, એવી જ રીતે મોટી ગંદકી માટે પણ તયમ્મુમ કરવું યોગ્ય ગણાશે.

التصنيفات

તયમ્મુમ