?તમે તમારા પાલનહાર અલ્લાહથી ડરો, તમે પાંચ વખતની નમાઝ પઢો, તમે રમઝાન મહિનાના રોઝા રાખો, તમારા માલ માંથી ઝકાત કાઢો અને…

?તમે તમારા પાલનહાર અલ્લાહથી ડરો, તમે પાંચ વખતની નમાઝ પઢો, તમે રમઝાન મહિનાના રોઝા રાખો, તમારા માલ માંથી ઝકાત કાઢો અને પોતાના હોદ્દેદારોનું અનુસરણ કરો, તો પોતાના પાલનહારની જન્નતમાં દાખલ થઈ જશો

ઉમામહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે મેં નબી ﷺને કહેતા સાંભળ્યા, જ્યારે આપ ﷺ હજજતુલ્ વદાઅના સમયે ખુતબો આપી રહ્યા હતા: «તમે તમારા પાલનહાર અલ્લાહથી ડરો, તમે પાંચ વખતની નમાઝ પઢો, તમે રમઝાન મહિનાના રોઝા રાખો, તમારા માલ માંથી ઝકાત કાઢો અને પોતાના હોદ્દેદારોનું અનુસરણ કરો, તો પોતાના પાલનહારની જન્નતમાં દાખલ થઈ જશો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ ઈબ્ને હિબ્બાન રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺએ હજજતુલ્ વદાઅના સમયે અરફાના દિવસે ખુતબો આપ્યો, હિજરતના દસમાં વર્ષે, અને આ નામ એટલા માટે પડ્યું કે નબી ﷺ લોકોને અલ્ વિદાઅ કહ્યું, નબી ﷺએ દરેક લોકોને કહ્યું કે તમે તમારા પાલનહારથી ડરો, એવી રીતે કે તેના આદેશો પર અમલ કરી અને તેણે રોકેલા કાર્યોથી બચીને. અને અલ્લાહએ એક દિવસ અને રાતમાં ફર્ઝ કરેલી પાંચ નમાઝો પઢીને. રમઝાનના રોઝા રાખીને. અને પોતાના માલ માંથી ઝકાત કાઢી, તેના હકદાર સુધી પહોંચાડતા, તેમજ તેમાં કંજૂસી ન કરતા. અને એ કે હોદ્દેદારોની ઇસ્લામે માન્ય ગણેલી વાતો પર અમલ કરીને. જે ઉપરોક્ત વર્ણન કરેલ વસ્તુઓ પર અમલ કરશે તો તે જન્નતમાં દાખલ થશે.

فوائد الحديث

ઉપરોક્ત વર્ણવેલ વસ્તુઓ જન્નતમાં જવાનો સ્ત્રોત છે.

التصنيفات

નેક અમલ કરવાની મહ્ત્વતા