શું હું તમને તમારા માટે સૌથી શ્રેષ્ઠ અમલ વિશે ન જણાવું, જે અમલ તમારા પાલનહારની નજીક સૌથી પ્રશંસનીય અને તમારા…

શું હું તમને તમારા માટે સૌથી શ્રેષ્ઠ અમલ વિશે ન જણાવું, જે અમલ તમારા પાલનહારની નજીક સૌથી પ્રશંસનીય અને તમારા દરજ્જાને ઊચા કરવાવાળો છે

અબૂ દરદાઅ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «શું હું તમને તમારા માટે સૌથી શ્રેષ્ઠ અમલ વિશે ન જણાવું, જે અમલ તમારા પાલનહારની નજીક સૌથી પ્રશંસનીય અને તમારા દરજ્જાને ઊચા કરવાવાળો છે, તમારા સોના અને ચાંદીને ખર્ચ કરવા કરતા પણ વધારે ઉત્તમ અને તેના કરતાં પણ વધારે ઉત્તમ અમલ છે કે જ્યારે તમારો સામનો દુશ્મનો સામનો થાય અને તમે તેની ગરદન મારો અને તેઓ તમારી ગરદન મારે?» સહાબાઓએ કહ્યું કેમ નહીં, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તે અમલ અલ્લાહનો ઝિક્ર છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ સહાબાઓને સવાલ કર્યો: . શું તમે ઇચ્છો છો કે હું તમને એક મહાન અમલ વિશે જણાવું જે તમારા પાલનહારની નજીક સૌથી શ્રેષ્ઠ, ઉત્તમ અને પવિત્ર છે? . જે અમલ જન્નતમાં તમારા દરજ્જા બુલંદ કરશે? જે અમલ સોના અને ચાંદી ખર્ચ કરવા કરતા પણ વધારે શ્રેષ્ઠ છે? અને જિહાદ જેવા અમલ કરતા પણ વધુ શ્રેષ્ઠ અમલ, જેમાં તમે કાફિરો સાથે યુદ્ધમાં એકબીજાની ગરદન મારો છો? સહાબાઓએ કહ્યું: હા જરૂર અમે જાણવા ઇચ્છીએ છીએ. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં અને દરેક વખતે અલ્લાહનો ઝિક્ર કરવો.

فوائد الحديث

અલ્લાહ તઆલાના ઝિક્ર પર પાબંદી કરવી, ઝબાન વડે અથવા હૃદયપૂર્વક, આ અમલ અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવા માટે મહત્વનો અમલ છે અને જે અલ્લાહ પાસે સૌથી વધુ ફાયદાકારક અમલ છે.

તે દરેક અમલ, જે અલ્લાહના ઝિક્ર માટે નક્કી કર્યા હોય, અલ્લાહ તઆલા કહે છે : મારા ઝિક્ર માટે નમાઝ કાયમ કરો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: કઅબતુલ્લાહનો તવાફ, સફા અને મરવહ વચ્ચે સઇ, અને જિમાર પાસે જઈ કંકારીઓ મારવી, તે અલ્લાહની યાદ કાયમ કરવા માટે છે, આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે) અને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે) એ વર્ણન કરી છે.

ઇઝ્ઝ બિન અબ્દુસ્ સલામ એ પોતાની કિતાબ કવાઇદમાં કહ્યું: આ હદીષ તે વાતનો પુરાવો છે કે સવાબ દરેક ઈબાદતમાં તેના હેતુ પ્રમાણે નથી હોતો, પરંતુ અલ્લાહ તઆલા ક્યારેક નાના અમલનો બદલો પુષ્કળ પ્રમાણમાં આપે છે, તેના કરતાં જે વધારે અમલ કરતો હોય છે, એટલા માટે સવાબ મહત્ત્વતાના દરજ્જાના પ્રમાણે આપવામાં આવે છે.

મનાવી સાહેબે ફૈઝુલ્ કદીરમાં કહ્યું: આ હદીષ એ વાતની દલીલ દર્શાવે છે કે ઝિક્ર તે લોકો માટે મહત્તમ છે, જેમને સંબોધિત કરવામાં આવ્યા હોય, અને બહાદુર વ્યક્તિને બહાદુર સંબોધિત કરવામાં આવશે, જેના દ્વારા ઇસ્લામને ફાયદો પહોંચતો હોય, જેને જિહાદ કહે છે, અથવા તે માલદાર જેના માલ દ્વારા ગરીબોને ફાયદો પહોંચતો હોય તેને સદકાનો માલ કહીશું, અને હજ માટે પ્રબળ વ્યક્તિને હજ કહીશું, અને માતાપિતા બન્ને સાથે ઉપકાર કરનારને નેક વ્યક્તિ કહીશું, આ પ્રમાણે કરી શકાય છે.

સંપૂર્ણ ઝિક્ર તે છે જે જબાન હૃદયના ચિંતન સાથે કરવામાં આવે છે, ફરી તે ઝિક્ર જે ફક્ત દિલ વડે કરવામાં આવે છે, કરે છે, ફરી તે જે ઝિક્ર જે ફક્ત જબાન વડે કરવામાં આવે છે, અને જો અલ્લાહ ઈચ્છે તો દરેક રીતે ઝિક્ર કરવા પર સવાબ મળશે.

મુસલમાન વ્યક્તિએ દરેક સ્થિતિમાં ઝિક્ર કરતા રહેવું જોઈએ, જેવું કે સવાર સાંજના ઝિક્ર, મસ્જિદ તથા ઘરમાં દાખલ થતી વખતના ઝિક્ર, સંડાસમાં જતી વખતે તેમજ નીકળતી વખતની દુઆઓ વગેરે.... અલ્લાહ આપણને ખૂબ ઝિક્ર કરનાર લોકોમાં શામેલ કરી દે.

التصنيفات

ઝિકરની મહ્ત્વતા