મુફર્રદુન આગળ વધી ગયા

મુફર્રદુન આગળ વધી ગયા

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) મક્કાના રસ્તે સફર કરી રહ્યા હતા, રસ્તામાં એક પહાડ પાસેથી પસાર થયા, જેનું નામ જુમદાન હતું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «ચાલતા રહો, આ જુમદાન પર્વત છે, મુફર્રદુન આગળ વધી ગયા», સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ! મુફર્રદુન કોને કહે છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «સૌથી વધારે અલ્લાહને યાદ કરવાવાળા પુરુષો અને સૌથી વધારે યાદ કરવાવાળી સ્ત્રીઓ».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) તે લોકોનું મહત્વ વર્ણન કરી રહ્યા છે જેઓ અલ્લાહને સૌથી વધારે યાદ કરતા હોય છે, તેઓ જન્નતમાં ઊંચા દરજ્જા પ્રાપ્ત કરવામાં એકલા અને સૌથી આગળ હશે, અને તે લોકોની સરખામણી જુમદાન નામના પર્વત સાથે કરી છે, જે અન્ય પર્વતો કરતા અલગ છે.

فوائد الحديث

અલ્લાહનો ઝિક્ર વધુ કરતા રહેવું અને તેમાં વ્યસ્ત રાહવું જાઈઝ છે, કારણકે જે લોકો અલ્લાહનો ઝિક્ર કરે છે તેઓ આખિરતમાં વધુ ઈબાદત અને તેમ નિખાલસતાના કારણે સૌથી આગળ હશે.

અલ્લાહનો ઝિક્ર ક્યારેક જબાન વડે થઈ શકે છે તો ક્યારેક દિલમાં પણ તો ક્યારેક દિલ અને જુબાન બંને વડે કરી શકાય છે જે ઉચ્ચ દરજ્જો છે.

શરીઅતે વર્ણવેલ ઝિક્ર નક્કી છે, ઉદાહરણ તરીકે સવાર સાંજના અઝ્કાર, ફર્ઝ નમાઝ પછી પઢવામાં આવતા અઝ્કાર વગેરે.

ઇમામ નવવી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે) એ કહ્યું: જાણી લો કે ઝિક્રની મહત્ત્વતા ફક્ત તસ્બીહ ("સુબ્હાનલ્લાહ" અલ્લાહ પવિત્ર છે), તહ્લીલ ("લા ઇલાહ ઇલ્લલ્લાહ" અલ્લાહ સિવાય કોઈ સાચો પૂજ્ય નથી) , તહ્મીદ ("અલ્ હુમ્દુ લિલ્લાહ" દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માંતે જ છે) અને તકબીર ("અલ્લાહુ અકબર" અલ્લાહ સૌથી મોટો છે), તેમજ આ પ્રમાણેના ઝિક્ર સાથે જ નક્કી નથી, પરંતુ તે દરેક અમલ કરનાર, જે અલ્લાહના માટે અમલ કરતો હોય, તે પણ ઉચ્ચ અલ્લાહને યાદ કરનાર જ ગણવામાં આવશે.

અલ્લાહનો ઝિક્ર તે અડગ રહેવાનું સૌથી મોટું કારણ છે, પવિત્ર અલ્લાહ તઆલાએ કહ્યું: {હે ઈમાનવાળાઓ! જ્યારે તમે કોઇ વિરોધી લશ્કર સાથે લડાઇ કરવા લાગો તો અડગ રહો અને અલ્લાહને ખૂબ જ યાદ કરો, જેથી તમને સફળતા પ્રાપ્ત થાય.} [સૂરે અલ્ અન્ફાલ: ૪૫]

ઝિક્ર કરનાર વ્યક્તિનું જુમદાન નામના પર્વત સાથે સરખામણીનું એક કારણ તેમની એકાગ્રતા અને શાંતિ, જુમદાન પર્વતોમાં અદ્ભૂત છે, એવી જ રીતે અલ્લાહના ઝિક્ર કરનાર પણ, અદભુત એ રીતે કે તે લોકોમાં રહીને પણ પોતાના પાલનહારનો ઝિક્ર પોતાની જબાન અને દિલ વડે કરતા હોય છે, તે લોકોએ એકાંતમાં ફાયદો ઉઠાવ્યો અને લોકો સાથે રહેતા પણ અલ્લાહનો ઝિક્ર કરી ખૂબ ફાયદો ઉઠાવ્યો, એક કારણ એ પણ હોય શકે છે કે જે ઝિક્ર અને દીન પર અડગ રહેવાનું કારણ છે, જે રીતે પર્વત જમીનને જાળવી રાખવાનો સ્ત્રોત છે, અથવા તો આ દુનિયા અને આખિરતમાં સત્કાર્યોમાં અગ્રતા છે, જેમ કે મદીનાથી મક્કાનો મુસાફર જુમદાનમાં પહોંચ્યો, તો તે મક્કા પહોંચવાની નિશાની છે, અને જે પહોંચશે તે પહેલો હશે, એવી જ રીતે અન્ય કરતા અલ્લાહનો વધુ ઝિક્ર કરનાર સૌ કરતા આગળ હશે. અલ્લાહ વધુ જાણે છે.

التصنيفات

ઝિકરની મહ્ત્વતા