જે વ્યક્તિએ ખાધા પછી આ દુઆ પઢે: અલ્ હમ્દુ લિલ્લાહિલ્ લઝી અત્અમની હાઝા વરઝકનીહિ મિન ગૈરિ હવ્લિમ્ મિન્ની વલા કુવ્વત"…

જે વ્યક્તિએ ખાધા પછી આ દુઆ પઢે: અલ્ હમ્દુ લિલ્લાહિલ્ લઝી અત્અમની હાઝા વરઝકનીહિ મિન ગૈરિ હવ્લિમ્ મિન્ની વલા કુવ્વત" (અર્થ: દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જેણે મને મારી કોઈ શક્તિ તેમજ તાકાત વગર આ ખાવાનું ખવડાવ્યું તથા મને રોજી આપી) તો તેના પહેલાના ગુનાહ માફ કરી દેવામાં આવે છે

સહલ બિન મુઆઝ બિન અનસ તેઓ પોતાના પિતાથી રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ ખાધા પછી આ દુઆ પઢે: અલ્ હમ્દુ લિલ્લાહિલ્ લઝી અત્અમની હાઝા વરઝકનીહિ મિન ગૈરિ હવ્લિમ્ મિન્ની વલા કુવ્વત" (અર્થ: દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જેણે મને મારી કોઈ શક્તિ તેમજ તાકાત વગર આ ખાવાનું ખવડાવ્યું તથા મને રોજી આપી) તો તેના પહેલાના ગુનાહ માફ કરી દેવામાં આવે છે».

[હસન] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લોકોને ખાવાનું ખાઇ લીધા પછી અલ્લાહની પ્રશંસા કરવા પર ઉભારી રહ્યા છે; કારણકે તમારા સુધી ખાવાનું પહોંચાડવું અને તમને ખવડાવવાની શક્તિ આપવી અલ્લાહની મદદ સિવાય અન્યમાં નથી ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુઆ પઢનારને ખુશખબર આપે છે કે તેના પાછલા દરેક નાના ગુનાહ માફ કરી દેવામાં આવશે.

فوائد الحديث

ખાઈ લીધા પછી અલ્લાહની પ્રશંસા કરવી મુસ્તહબ (સારું કાર્ય) છે.

અલ્લાહ તઆલાની પોતાના બંદાઓ પર ભવ્ય કૃપાનું વર્ણન, કે તેણે પોતાના બંદાઓ માટે રોજીની વ્યવસ્થા કરી તેમજ તેના માટેના માર્ગ સરળ બનાવ્યા અને તેમાં પણ તેમના ગુનાહો માફ કરવાનું કારણ બનાવ્યું.

બંદાના દરેક કાર્યો એક અલ્લાહ તરફથી જ હોય છે, તેમની પોતાની શક્તિ અને તાકાત દ્વારા નથી હોતા, બંદાઓને સ્ત્રોત અપનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

التصنيفات

કોઈ પણ પરિસ્થિતિ વખતે પઢવાની દુઆ