જે વ્યક્તિએ સારી રીતે વઝૂ કર્યું, પછી જુમ્માની નમાઝ પઢવા માટે આવ્યો અને ધ્યાનથી ચૂપ રહી ખુતબો સાંભળ્યો, તો તેના એક…

જે વ્યક્તિએ સારી રીતે વઝૂ કર્યું, પછી જુમ્માની નમાઝ પઢવા માટે આવ્યો અને ધ્યાનથી ચૂપ રહી ખુતબો સાંભળ્યો, તો તેના એક જુમ્માથી લઈ કે બીજી જુમ્મા સુધી પરંતુ વધુ ત્રણ દિવસ વધારેના ગુનાહ માફ કરી દેવામાં આવે છે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ સારી રીતે વઝૂ કર્યું, પછી જુમ્માની નમાઝ પઢવા માટે આવ્યો અને ધ્યાનથી ચૂપ રહી ખુતબો સાંભળ્યો, તો તેના એક જુમ્માથી લઈ કે બીજી જુમ્મા સુધી પરંતુ વધુ ત્રણ દિવસ વધારેના ગુનાહ માફ કરી દેવામાં આવે છે અને જેણે જુમ્મા દરમિયાન કાંકરિયો સાથે રમત કરી તો તેણે વ્યર્થ કાર્ય કર્યું».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ સંપૂર્ણ અરકાન સાથે સારી રીતે વઝૂ કરે, અર્થાત્ સુન્નત પ્રમાણે, પૂરેપૂરું, તેના આદાબને ધ્યાનમાં રાખીને, પછી જુમ્માની નમાઝ પઢવા માટે આવે, અને શાંતિથી ધ્યાનથી ખુતબો સાંભળે, તેમજ વ્યર્થ કામોથી બચે, તો તેના દસ દિવસના નાના નાના ગુનાહ માફ કરી દેવામાં આવે છે, એક જુમ્માથી બીજા જુમ્મા સુધી તેમજ ત્રણ દિવસ વધુ વર્ણન કર્યા; કારણકે એક નેકી દસ ઘણી બની જાય છે, ત્યારબાદ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે દરેક વસ્તુથી રોક્યા છે, જેના કારણે તમારું દિલ નસીહત પ્રાપ્ત કરવાથી વંચિત થતું હોય, જેમકે પોતાના શરીર સાથે રમત ગમત કરવી, તેમજ કાંકરિયોને પકડવી, આ પ્રમાણેના વ્યર્થ કાર્યોમાં વ્યસ્ત રહેવું; કારણકે જે વ્યક્તિ આ પ્રમાણે કરશે, તો તે વ્યર્થ કાર્ય કરી રહ્યો છે, અને જે વ્યર્થ કાર્યો કરશે, તેનો જુમ્માના સવાબમાં કોઈ ભાગ નથી.

فوائد الحديث

આ હદીષમાં વઝૂને સંપૂર્ણ અને ખૂબ સારી રીતે કરવા તેમજ જુમ્માની નમાઝની સુરક્ષા કરવા પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

જુમ્માની નમાઝની મહત્ત્વતા.

જુમ્માના દિવસે ખુતબા દરમિયાન ચૂપ રહેવું, તેમજ વાતો વગેરે જેવા વ્યર્થ કામોથી બચવું જરૂરી છે.

જે વ્યક્તિ ખુતબા દરમિયાન વ્યર્થ કામ કરશે, તો તેની જુમ્માની નમાઝ ખતમ થઈ જશે, અને તેની ફર્ઝ નમાઝ પણ તૂટી જશે, અને સાથે સાથે તેનો સવાબ પણ ઓછો થઈ જશે.

التصنيفات

જુમ્માની નમાઝની મહ્ત્વતા