મારા મતે તમારા માંથી કયામતના દિવસે સૌથી વધારે પ્રિય અને સૌથી વધારે નજીક તે લોકો બેસશે, જેમના અખ્લાક સૌથી સારા હશે

મારા મતે તમારા માંથી કયામતના દિવસે સૌથી વધારે પ્રિય અને સૌથી વધારે નજીક તે લોકો બેસશે, જેમના અખ્લાક સૌથી સારા હશે

જાબિર રઝી અલ્લાહુ અન્હુથી રીવાયત છે કે નિઃશંક અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યુ: «મારા મતે તમારા માંથી કયામતના દિવસે સૌથી વધારે પ્રિય અને સૌથી વધારે નજીક તે લોકો બેસશે, જેમના અખ્લાક સૌથી સારા હશે, અને તમારા માંથી મારાથી કયામતના દિવસે અત્યંત અપ્રિય અને દૂર તે લોકો બેસશે, જે વાતોડીયા, સમજ્યા વગર બોલનાર, ઘમંડી લોકો હશે», સહાબાઓએ પૂછ્યું કે હે અલ્લાહના રસૂલ! અમે ષરષારુન્ (વાતોડીયા) અને મુતશદ્દીકૂન (સમજ્યા વગર બોલવાવાળા) તો જાણી લીધા, આ મુતફૈહિકૂન કોણ લોકો છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ઘમંડ કરનાર».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે દુનિયામાં મારી મતે સૌથી પ્રિય અને મારાથી સૌથી નજીક બેસનાર કયામતના દિવસે તે હશે, જેના અખલાક સારા હશે, અને મારી નજીક દુનિયામાં સૌથી અપ્રિય વ્યક્તિ અને મારાથી ખૂબ દૂર તે વ્યક્તિ હશે, જેના અખલાક સૌથી વધારે ખરાબ હશે; (અષરષારુન) વાતોડીયો તેની વાતમાં સચ્ચાઈ પણ ન હોય, (વલ્ મુતશદ્દીકુન) તે લોકો જેઓ પોતાનો શબ્દોનો ખ્યાલ કર્યા વગર જ આમતેમ બકી કાઢતો હોય છે, તેમજ વાતોને સ્પષ્ટતા અને મહાનતા દેખાડવી, (વલ્ મુતફૈહિકૂન) સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ! અષરશારુન, વલ્ મુતશદ્દીકુનને સમજી ગયા પરંતુ મુતફયહીકૂન એટલે શું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તે ઘમંડી લોકો છે, જેઓ મોટી મોટી વાતો કરે છે અને જો લોકો તેમની સામે મોઢું ખોલે તો તેઓ તેમનો મજાક ઉડાવતા હોય છે.

فوائد الحديث

સારા અખ્લાક કયામતના દિવસે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મોહબ્બત અને નિકટતા પ્રાપ્ત થવાના સ્ત્રોત માંથી છે, તેમજ ખરાબ અખ્લાક તેની વિરુદ્ધ છે.

સારા અખ્લાક એકબીજા પ્રત્યે મોહબ્બત કરવાનું કારણ છે, અને ખરાબ અખ્લાક તેની વિરુદ્ધ છે.

સારા અખ્લાક અને વિનમ્રતા અપનાવવી જોઈએ તેમજ સખતી અને ઘમંડથી બચવું જોઈએ.

હદથી વધારે બોલવા, ઘમંડ, ઇતરાવવું તેમજ ટેસ વિરુદ્ધ સખત ચેતવણી વર્ણન કરવામાં આવી છે.

التصنيفات

પ્રસંશનીય અખલાક