જે વ્યક્તિ "બિસ્મિલ્લાહિલ્લઝી લા યઝુર્રુ મઅસ્મિહી શૈઉન ફિલ્ અર્ઝિ વલા ફિસ્ સમાઇ વ હુવસ્ સમીઉલ્ અલીમ" અર્થ:…

જે વ્યક્તિ "બિસ્મિલ્લાહિલ્લઝી લા યઝુર્રુ મઅસ્મિહી શૈઉન ફિલ્ અર્ઝિ વલા ફિસ્ સમાઇ વ હુવસ્ સમીઉલ્ અલીમ" અર્થ: અલ્લાહના નામથી શરૂ કરું છું, અલ્લાહના નામ સાથે જમીન અને આકાશમાં કોઈ વસ્તુ તકલીફ પહોંચાડી શકતી નથી, તે બધું જ સાંભળવવાળો અને જાણવાવાળો છે, જે વ્યક્તિ સાંજે ત્રણ વખત આ દુઆ પઢી લેશે, તો તેને સવાર સુધી અચાનક કોઈ તકલીફ નહિ પહોંચે

અબાન બિન ઉષ્માન રિવાયત કરે છે તેઓ કહે છે: મેં ઉષ્માન બિન અફ્ફાન રઝી અલ્લાહુ અન્હુને કહેતા સાંભળ્યા, તેઓ કહે છે કે મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિ "બિસ્મિલ્લાહિલ્લઝી લા યઝુર્રુ મઅસ્મિહી શૈઉન ફિલ્ અર્ઝિ વલા ફિસ્ સમાઇ વ હુવસ્ સમીઉલ્ અલીમ" અર્થ: અલ્લાહના નામથી શરૂ કરું છું, અલ્લાહના નામ સાથે જમીન અને આકાશમાં કોઈ વસ્તુ તકલીફ પહોંચાડી શકતી નથી, તે બધું જ સાંભળવવાળો અને જાણવાવાળો છે, જે વ્યક્તિ સાંજે ત્રણ વખત આ દુઆ પઢી લેશે, તો તેને સવાર સુધી અચાનક કોઈ તકલીફ નહિ પહોંચે, અને જે સવારમાં ત્રણ વખત આ દુઆ પઢી લેશે, તેને સાંજ સુધી અચાનક કોઈ તકલીફ નહીં પહોંચે», કહ્યું: અબાન બિન ઉષ્માનને લકવાની બીમારી થઈ, તે વ્યક્તિ આવ્યો, જેણે અબાન બિન ઉષ્માન દ્વારા આ હદીષ સાંભળી હતી, અને કહ્યું, આ તમને શું થઈ ગયું, (આ હદીષ તમે રિવાયત કરી છે, છતાંય) અબાને કહ્યું: અલ્લાહની કસમ મેં ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુએ વિશે જૂઠું નથી કહ્યું અને ન તો ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિશે જૂઠું કહ્યું છે, પરંતુ મને જે દિવસે લકવો માર્યો, તે દિવસે આમ ન થાત પરંતુ તે દિવસે ખૂબ ગુસ્સામાં હતો અને આ દુઆ પઢવાનું ભૂલી ગયો હતો.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ ફજર પછી દરરોજ સવારે અને દરરોજ સૂર્યાસ્ત પહેલા આ દુઆ ત્રણ વખત પઢી લેશે: (બિસ્મિલ્લાહિ) હું દરેક પ્રકારની પરેશાનીઓ પ્રત્યે મદદ અને સુરક્ષા માંગુ છું (અલ્લઝી લા યઝુર્રુ મઅ) આ ઝિક્ર (ઇસ્મિહી) અર્થાત્ (કોઈ પણ વસ્તુ) ભલેને ગમે તેટલી મોટી હોય (જમીનમાં) તેની દરેક મુસીબતો (અને આકાશ માંથી) ઉતરતી મુસીબતો (વ હુવસ્ સમીઉલ્) આપણી જબાન વડે નીકળતા દરેક શબ્દ (અલ્ અલીમ) આપણી પરિસ્થિતિ. . જે વ્યક્તિ સાંજે ત્રણ વખત આ દુઆ પઢી લેશે, તો તેને સવાર સુધી અચાનક કોઈ તકલીફ નહિ પહોંચે, અને જે સવારમાં ત્રણ વખત આ દુઆ પઢી લેશે, તેને સાંજ સુધી અચાનક કોઈ તકલીફ નહીં પહોંચે, અબાન બિન ઉષ્માન આ હદીષ રિવાયત કરનાર તાબઇને લકવો મારી ગયો, શરીરનો એક ભાગ કામ કરતો બંધ થઈ ગયો, એક વ્યક્તિ જેણે આ હદીષ અબાન બિન ઉષ્માન દ્વારા સાંભળી હતી, આશ્ચર્યચકિત થઈ આવ્યો! તે વ્યક્તિએ કહ્યું: આ તમને શું થઈ ગયું?! તેમણે જવાબ આપ્યો અલ્લાહની કસમ! મેં ઉષ્માન વિશે જૂઠું નથી કહ્યું અને ન તો ઉષ્માન બિન અફાફન રઝી અલ્લાહુ અન્હુએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિશે જૂઠું કહ્યું છે, પરંતુ જે દિવસે મને લકવો માર્યો, તે દિવસે અલ્લાહએ મારા ભાગ્યમાં લખ્યું હશે, તે દિવસે હું ગુસ્સામાં હતો, અને આ દુઆ પઢવાનું ભૂલી ગયો હતો.

فوائد الحديث

સવાર સાંજ આ ઝિક્ર પઢવું મુસ્તહબ છે; જેના કારણે બંદો અલ્લાહની ઈચ્છાથી સુરક્ષિત રહે, અચાનક આવનારી મુસીબતથી અથવા તકલીફ પહોંચાડતી વસ્તુથી સુરક્ષિત રહે.

તાબઇ લોકોનું અલ્લાહ પર યકીન, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા વર્ણવેલ વાતની પુષ્ટિ.

સવાર અને સાંજ સુધી ઝિક્ર મર્યાદિત કરવાનો એક ફાયદો એ છે કે એક મુસલમાનની બેદરકારીને દૂર કરવી અને તેને સતત યાદ અપાવવું કે તે અલ્લાહ તઆલાનો બંદો છે.

અલ્લાહનો ઝિકર કરનાર જેટલું યકીન સાથે અલ્લાહનો ઝિકર કરશે, ઇખ્લાસ સાથે, હાજર દિલ સાથે તેટલો જ તેને આ ઝિક્રનો ફાયદો તેમજ અસર જોવા મળશે.

التصنيفات

સવાર-સાંજ પઢવાના ઝિકર