?અમલ છ પ્રકારના છે અને લોકો ચાર પ્રકારના છે, બે વસ્તુઓ વાજિબ કરવાવાળી છે, એક વસ્તુ બરાબર બરાબર છે અને એક નેકીનો બદલો…

?અમલ છ પ્રકારના છે અને લોકો ચાર પ્રકારના છે, બે વસ્તુઓ વાજિબ કરવાવાળી છે, એક વસ્તુ બરાબર બરાબર છે અને એક નેકીનો બદલો દસ ગણો અને એક નેકીનો બદલો સાત સો ઘણો છે

ખુરૈમ બિન ફાતિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «અમલ છ પ્રકારના છે અને લોકો ચાર પ્રકારના છે, બે વસ્તુઓ વાજિબ કરવાવાળી છે, એક વસ્તુ બરાબર બરાબર છે અને એક નેકીનો બદલો દસ ગણો અને એક નેકીનો બદલો સાત સો ઘણો છે, વાજિબ કરવાવાળી બે વસ્તુ એ કે જે વ્યક્તિનું મૃત્યુ એ સ્થિતિમાં થયું હોય કે તેણે ક્યારેય અલ્લાહ સાથે શિર્ક ન કર્યું હોય, તો તે જન્નતમાં દાખલ થશે, અને જે વ્યક્તિ અલ્લાહ સાથે શિર્ક કરતા મૃત્યુ પામશે તો તે જહન્નમમાં દાખલ થશે, અને બરાબર બરાબર અમલનો બદલો એમ કે જે વ્યક્તિ દિલમાં નેકી કરવાનો ઈરાદો કરે, અને અલ્લાહના ઇલ્મમાં તો છે જ તો તેને તે નેકીનો એક બદલો મળે છે, અને જે બુરાઈ, ગુનાહના કામ કરશે તો તેના માટે એક જ બુરાઈ લખવામાં આવે છે, જે વ્યક્તિ એક નેકી કરશે તો તેના માટે દસ ઘણો બદલો લખવામાં આવે છે અને જે વ્યક્તિ અલ્લાહના માર્ગમાં ખર્ચ કરશે તો તેના માટે એક નેકી સાત સો ઘણી ગણવામાં આવશે, બાકી રહ્યા તે લોકો જેમના માટે દુનિયામાં સુખચેન અને આખિરતમાં તંગી રહેશે, તેમજ કેટલાક લોકો એવા પણ છે, જેમને દુનિયામાં તંગી આપવામાં આવે છે અને આખિરતમાં વિશાળ બદલો આપવામાં આવશે, અને કેટલાક લોકો એવા પણ છે કે જેમના પર દુનિયા અને આખિરત બન્નેમાં તંગી હશે, અને કેટલાક લોકો એવા પણ હશે, જેમના માટે દુનિયા અને આખિરત બન્નેમાં વિશાળ બદલો આપવામાં આવ્યો હશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં આપ ﷺ જણાવી રહ્યા છે કે અમલના છ પ્રકાર છે, અને લોકોના ચાર પ્રકાર છે, અમલના છ પ્રકાર નીચે પ્રમાણે છે: પહેલો પ્રકાર: જે વ્યક્તિ એ સ્થિતિમાં મૃત્યુ પામશે કે તેણે ક્યારેય અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવ્યો ન હોય, તો તેના માટે જન્નત વાજિબ થઈ જશે. બીજો પ્રકાર: જે વ્યક્તિ તે સ્થિતિમાં મૃત્યુ પામશે કે તેણે અલ્લાહ સાથે શિર્ક કર્યું હશે તો તેના માટે કાયમી જહન્નમ વાજિબ થઈ જશે. અને બે વાજિબ કરવાવાળી વસ્તુ આ જ છે. ત્રીજો પ્રકાર: નિયત કરેલ નેક અમલ: જે વ્યક્તિ કોઈ નેકી કરવાનો ઈરાદો કરે અને તે પોતાની નિયતમાં સાચો પણ છે, અને તેણે પોતાના દિલમાં ચોક્કસ નિયત પણ કરી લીધી હોય, અને અલ્લાહ તેની નિયતને ખૂબ જાણે છે, પરંતુ કઈ કારણસર તે નેકી ન કરી શક્યો તો અલ્લાહ તેના કાર્યોમાં એક નેકી નો સવાબ લખી દે છે. અને ચોથો પ્રકાર: ગુનાહના કામ: જે વ્યક્તિ ગુનો કરે છે તો તેના માટે ફક્ત એક જ ગુનોહ લખવામાં આવે છે. અને આ બંને કાર્યોનો બદલો બરાબર મળે છે, કોઈ પણ વધારા વગર. અને પાંચમો પ્રકાર: એવી નેકિઓ જેનો બદલો દસ ગણો મળે છે, અને તે તેની નિયત અને અમલ કરવાની પદ્ધતિ પ્રમાણે બદલો આપવામાં આવે છે. અને છઠ્ઠો પ્રકાર: એવી નેકિઓનો જેનો બદલો સાત સો ગણો સુધી આપવામાં આવે છે, અને તે એક રૂપિયો જે અલ્લાહના માર્ગમાં ખર્ચ કર્યો હશે તો તેનો બદલો સાતસો ગણો આપવામા આવે છે, અને આ અલ્લાહ તઆલાની બંદાઓ પર ખાસ કૃપા અને દયાના કારણે છે. અને લોકોના ચાર પ્રકાર નીચે પ્રમાણે છે: પહેલો પ્રકાર: જેમને દુનિયામાં તેમની રોજીમાં ખૂબ પુષ્કળ માત્રામાં આપવામાં આવી હોય, જેથી તે દુનિયામાં વૈભવી જીવન પસાર કરે છે, પોતાની દરેક મનેચ્છાઓ પૂરી કરે છે, પરંતુ આખિરતમાં તેમના માટે ખૂબ તંગીનો સામનો કરવો પડશે, તેમનું ઠેકાણું જહન્નમ હશે, અને તે માલદાર કાફિર હશે. બીજો પ્રકાર: જેમના પર દુનિયામાં રોજી તંગ કરવામાં આવી છે, પરંતુ આખિરતમાં તેમને ખૂબ અને વિશાળ બદલો આપવામાં આવશે, તેમનું ઠેકાણું જન્નત હશે, અને તેઓ ફકીર (ગરીબ) મોમિન હશે. અને ત્રીજો પ્રકાર: એવા લોકો જેમના માટે દુનિયા અને આખિરતમાં તંગી કરવામાં આવી હશે, અને તે ફકીર (ગરીબ) કાફિર હશે. અને ચોથો પ્રકાર: એવા લોકો જેમના પર દુનિયા અને આખિરત બન્નેમાં વિશાળતા કરવામાં આવી હશે, અને તેઓ માલદાર મોમિન હશે.

فوائد الحديث

બંદાઓ પર અલ્લાહ તઆલા ખૂબ જ કૃપા કરે છે કે તે નેકિઓનો બમણો બદલો આપવો.

અલ્લાહનો ઇન્સાફ અને તેની કૃપા કે તે ગુનાહ કરવા પર આપની સાથે ન્યાય ભર્યો વ્યવહાર કરે છે અને તે એક બુરાઈના બદલામાં એક જ ગુનાહ લખે છે.

અલ્લાહ સાથે શિર્ક કરવાની ભયાનકતા જેના કારણે જન્નત હરામ થઈ જાય છે.

અલ્લાહના માર્ગમાં ખર્ચ કરવાની મહત્ત્વતાનું વર્ણન.

અલ્લાહના માર્ગમાં ખર્ચ કરવાનો સવાબ, અલ્લાહ તઆલા બદલો આપવાની શરૂઆત જ સાત સો ઘણાથી કરે છે, કારણકે તેના દ્વારા અલ્લાહના કલિમા (તૌહીદ) ને પ્રચાર કરવામાં મદદરૂપ બને છે.

વિવિધ પ્રકારના લોકોનું વર્ણન અને તેમની વચ્ચે જે જ્ઞાની તફાવત જોવા મળે છે તેનું વર્ણન.

દુનિયામાં મોમિન અને જે મોમિન ન હોય (અર્થાત્ કાફિર) દરેકને પુષ્કળ જીવન આપે છે, પરંતુ આખિરતમાં ફક્ત મોમિન માટે જ પુષ્કળતા અને વિશાળતા મળશે.

التصنيفات

તૌહીદની મહ્ત્વતા, દિલમાં થતા અમલોની મહ્ત્વતા, અંગો દ્વારા થતા અમલોની મહ્ત્વતા, નફીલ કરવામાં આવતો સદકો