નબી ﷺ બન્ને સિજદાની વચ્ચે આ દુઆ પઢતા હતા: رَبِّ اغْفِرْ لِي، رَبِّ اغْفِرْ لِي» અર્થ: હે મારા પાલનહાર ! મને માફ કરી દે, હે મારા…

નબી ﷺ બન્ને સિજદાની વચ્ચે આ દુઆ પઢતા હતા: رَبِّ اغْفِرْ لِي، رَبِّ اغْفِرْ لِي» અર્થ: હે મારા પાલનહાર ! મને માફ કરી દે, હે મારા પાલનહાર ! મને માફ કરી દે

હુઝૈફહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺ બન્ને સિજદાની વચ્ચે આ દુઆ પઢતા હતા: رَبِّ اغْفِرْ لِي، رَبِّ اغْفِرْ لِي» અર્થ: હે મારા પાલનહાર ! મને માફ કરી દે, હે મારા પાલનહાર ! મને માફ કરી દે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ નસાઈ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ બન્ને સિજદાની વચ્ચે બેઠકમાં આ દુઆ પઢતા હતા: اغفر لي رب اغفر لي، અને તેને વારંવાર પઢતા હતા. હે મારા પાલનહાર મારા ગુનાહ માફ કરી દે: અર્થાત્ બંદો અલ્લાહ પાસે પોતાના ગુનાહની માફી અને તેની ખામીઓ પર પડદો તલબ કરી રહ્યો છે.

فوائد الحديث

ફર્ઝ અને નફીલ નમાઝમાં બંને સિજદાની વચ્ચે આ દુઆ પઢવી મુસ્તહબ (જાઈઝ) છે.

વારંવાર આ દુઆ પઢવી મુસ્તહબ છે, હે મારા પાલનહાર ! મને માફ કરી દે. અને એકવાર તો પઢવી વાજિબ છે.

التصنيفات

નમાઝનો તરીકો