જ્યારે પાણી બે ખોબા જેટલું હોય તો તેમાં ગંદકી આવતી નથી

જ્યારે પાણી બે ખોબા જેટલું હોય તો તેમાં ગંદકી આવતી નથી

અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓ કહે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તે પાણી વિશે સવાલ કરવામાં આવ્યો, જેમાં ઢોર અને જાનવર આવીને પાણી પીતા હોય છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો: «જ્યારે પાણી બે ખોબા જેટલું હોય તો તેમાં ગંદકી આવતી નથી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [رواه أبو داود والترمذي والنسائي وابن ماجه وأحمد]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તે પાણી વડે પાકી પ્રાપ્ત કરવા માટે સવાલ કરવામાં આવ્યો, જેમાંથી ઢોર, જાનવરો પાણી પીતા હોય છે અને અન્ય જરૂરત પુરી કરતા હોય છે, તે પાણીનો હુકમ પૂછવામાં આવ્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો: જો તે પાણી બે મોટા ઘડા જેટલું હોય, જો કે તેનું પ્રમાણ લગભગ (૨૧૦) લીટર જેટલું હોય, તો પછી તે નાપાક નથી થતું; અને જો ત્રણ લક્ષણો માંથી એક પણ લક્ષણ બદલાય જાય, તો પછી તે પાણી નાપાક થઈ જશે, તેનો રંગ, તેનો સ્વાદ અને તેમાં વાંસ આવી જાય, તો પછી તે નાપાક ગણાશે.

فوائد الحديث

પાણીના ત્રણ લક્ષણો બદલાય જાય તો પછી તે નાપાક ગણવામાં આવશે, તેના વડે પાકી પ્રાપ્ત નહીં કરી શકાય, તેનો રંગ બદલાય જાય, તેનો સ્વાદ અને તેમાં વાસ આવવા લાગે, આ હદીષમાં દરેક સામાન્ય વસ્તુનો વર્ણન કરવામાં આવ્યો છે, કોઈ ખાસ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો નાથી.

જો પાણીને સામાન્ય ગંદકીથી બદલવામાં આવે તો પણ તે પાણી નાપાક જ ગણવામાં આવશે, આ વાત પર આલિમો એકમત છે.

التصنيفات

પાણીના આદેશો