મન્નત માનવાથી રોક્યા છે, અને કહ્યું: «મન્નત કોઈ ભલાઈ નથી લાવતી, તેના દ્વારા તો બસ કંજૂસ પાસેથી માલ કઢાવવામાં આવે છે

મન્નત માનવાથી રોક્યા છે, અને કહ્યું: «મન્નત કોઈ ભલાઈ નથી લાવતી, તેના દ્વારા તો બસ કંજૂસ પાસેથી માલ કઢાવવામાં આવે છે

અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મન્નત માનવાથી રોક્યા છે, અને કહ્યું: «મન્નત કોઈ ભલાઈ નથી લાવતી, તેના દ્વારા તો બસ કંજૂસ પાસેથી માલ કઢાવવામાં આવે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મન્નત માનવાથી રોક્યા છે, મન્નત એ કે જેમાં કોઈ વ્યક્તિ પોતાને એવા કામ કરવાનો પાબંદ બનાવે છે, જેનો આદેશ શરીઅતે આપ્યો ન હોય, અને કહ્યું: મન્નત ન તો કોઈ વસ્તુને આગળ વધારે છે, અને ન તો કોઈ વસ્તુને પાછળ કરે છે, અને તેના દ્વારા કંજૂસ વ્યક્તિનો માલ કઢાવવામાં આવે છે, જે વાજિબ કાર્યો સિવાય અન્ય કાર્યો કરતો નથી, અને ખરેખર મન્નત (વ્રત) કોઈ એવી વસ્તુને નથી લાવતી, જે ભાગ્યમાં ન હોય.

فوائد الحديث

શરીઅતમાં મન્નત માનવી જાઈઝ નથી, પરંતુ જો મન્નત માનવામાં આવે તો તેને પુરી કરવી અનિવાર્ય બની જાય છે, જો તે મન્નતમાં કોઈ પાપ ન હોય તો.

મન્નતને ન માનવાનું કારણ (તે કોઈ ભલાઈ નથી લાવતી); તે અલ્લાહના કોઈ પણ નિર્ણયને ટાળી નથી શકતી, અને એટલા માટે પણ મન્નત માનવાવાળો અનુમાન લગાવે છે કે મારી આ માંગ મન્નત માનવાનાના કારણે પૂરી થઈ છે, પરંતુ અલ્લાહ તો દરેક વસ્તુથી બેનિયાઝ છે.

ઈમામ કુર્તુબી રહિમહુલ્લાહ એ કહ્યું: આ રોક તદ્દન યોગ્ય છે, ઉદાહરણ તરીકે કહેવામાં આવે: જો અલ્લાહ મારા બીમારને સાજો કરી દેશે તો હું આટલા રૂપિયાનો સદકો કરીશ, રોક લગાવવાનું કારણ એ છે કે જો પોતાની મનેચ્છા પ્રમાણે કામ પુરુ થશે પછી જ તેની નિકટતા માટે સદકો કરવામાં આવશે, જાણવા મળ્યું કે તેણે જે કઈ પણ કહ્યું તેનાથી અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવાનો હેતુ ન હતો, પરંતુ તેણે તો પોતાના ફાયદા માટે એક રસ્તો અપનાવ્યો, તો જો તે બીમાર સાજો ન થાય તો તે નક્કી કરેલ રકમ સદકો નહીં કરે, આજ સ્થિતિ એક કંજૂસની પણ હોય છે, તે પોતાના માલ માંથી કઈ પણ નથી આપતો સામાન્ય વસ્તુ સિવાય.

التصنيفات

કસમ તેમજ નઝર માનવા બાબતે