જે વ્યક્તિએ આ પ્રમાણે વુઝૂ કર્યું અને પછી બે રકઅત નમાઝ પઢી, જેણે પોતાના મનમાં કઈ વાત ન કરી હોય તો તેના પાછળના દરેક…

જે વ્યક્તિએ આ પ્રમાણે વુઝૂ કર્યું અને પછી બે રકઅત નમાઝ પઢી, જેણે પોતાના મનમાં કઈ વાત ન કરી હોય તો તેના પાછળના દરેક ગુનાહ માફ કરી દેવામાં આવે છે

ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુના ગુલામ હમરાન રહિમહુલ્લાહ તેઓ રિવાયત કરે છે કે તેમણે ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુને જોયા કે તેમણે વુઝૂ કરવા માટે પાણી મંગાવ્યું, તેઓએ વાસણ માંથી પાણી લઈ પોતાના હાથ પર નાખ્યું, અને ત્રણ વખત હાથ ધોયા, ત્યારબાદ પોતાના હાથને વાસણમાં નાખી પાણી લઈ ત્રણ વખત કોગળા કર્યા અને પછી નાકમાં પાણી ચઢાવી તેને સાફ કર્યું, પછી ત્રણ વખત પોતાનો ચહેરો ધોયો, પછી પોતાના બંને હાથને કોળી સુધી ત્રણ વખત ધોયા, પછી પોતાના માથાનો મસો કર્યો અને ત્રણ વાર ઘૂંટી સુધી પોતાના પગ ધોયા અને કહ્યું: મેં નબી ﷺ ને આ જ પ્રમાણે વુઝૂ કરતા જોયા છે, અને પછી નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ આ પ્રમાણે વુઝૂ કર્યું અને પછી બે રકઅત નમાઝ પઢી, જેણે પોતાના મનમાં કઈ વાત ન કરી હોય તો તેના પાછળના દરેક ગુનાહ માફ કરી દેવામાં આવે છે ».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ મહત્વપૂર્ણ હદીષમાં ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુએ નબી ﷺ ના તરીકા મુજબ વુઝૂ કરવાનો તરીકો શીખવાડયો, જેથી દરેક લોકો સામે સ્પષ્ટ થઈ જાય, એક વાસણમાં પાણી મંગાવ્યું, તેમાં ત્રણ વખત હાથ ધોયા, ત્યારબાદ જમણો હાથ વાસણમાં નાખ્યો, તેનાથી પાણી લીધું, તેને મોઢામાં કોગળા કર્યા અને પછી બચેલા પાણીથી નાકની અંદર પાણી ચઢાવ્યું, પછી નાક સાફ કર્યું, ત્યારબાદ ત્રણ વખત મોઢું ધોયું, પછી ત્રણ વખત કોળી સુધી હાથ ધોયા, એક વાર પાણી લઈ એક વાર માથાના ભાગનો મસહ કર્યો, ત્યારબાદ ત્રણ વખત ઘૂંટી સુધી પગ ધોયા. જ્યારે ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ એ વુઝૂ કરી લીધું તો તેઓએ કહ્યું કે મેં જેવી રીતે વુઝૂ કર્યું છે એવી જ રીતે નબી ﷺ ને પણ વુઝૂ કરતા હતા, અને નબી ﷺ એ ખુશખબર આપી છે, તે વ્યક્તિ માટે જે આ પ્રમાણે વુઝૂ કરી લે અને પછી બે રકઅત નમાઝ સંપૂર્ણ ધ્યાનપૂર્વક અલ્લાહનો ડર રાખતા પઢે તો તેના આ બંને અમલના કારણે એક તો સંપૂર્ણ વુઝૂ અને ફક્ત અલ્લાહ માટે બે રકઅત નમાઝ, અલ્લાહ તેના પાછળના ગુનાહ માફ કરી દે છે.

فوائد الحديث

વુઝૂ પહેલા વાસણ માંથી પાણી લઈ બંને હાથ ધોઈ શકાય છે, જો ઊંઘ લઈને ઉઠ્યા હોય, પરંતુ જો તે રાત્રે સૂઈને ઉઠે તો તેના માટે સૌ પ્રથમ બંને હાથ ધોવા જરૂરી છે.

શિક્ષકે બાળકને સમજાવવા માટે સરળ માર્ગ અપનાવવો જોઈએ, તેમજ તેમને સમજાવવા માટે પ્રેક્ટીકલ કરીને પણ સમજાવવું જોઈએ.

નમાઝ પઢતી વખતે નમાઝ પઢનારે દુનિયાના વિચારોને દૂર કરવા જોઈએ, નમાઝની સંપૂર્ણતા અને કમાલ તેના હૃદયની હાજરીમાં રહેલી છે, અન્યથા વિચારોથી સુરક્ષિત રહી શકતા નથી, તેથી તેણે પોતાની જાતની વિરુદ્ધ લડવું પડશે અને તેમાં મગન ન થઈ જવું જોઈએ.

વુઝૂમાં પાણી લઈ અંગો ધોવામાં જમણી બાજુથી શરૂ કરવું બહેતર છે.

કોગળા કરવા, નાકમાં પાણી ચઢાવવા તેમજ તેને સાફ કરવામાં ક્રમનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ.

ત્રણ વખત ચહેરો ધોવો, હાથ અને પગ ધોવા બહેતર છે, અને દરેક અંગો એક વખત ધોવા જરૂરી છે.

આ બંને ઈબાદત કરવાથી અલ્લાહ તઆલા પાછળના ગુનાહ માફ કરે છે: વઝૂ અને બે રકઅત નમાઝ, જેમકે હદીષમાં વર્ણન કરવામાં આવ્યું.

વુઝુના દરેક અંગને ધોવાની હદ (સીમા) છે, ચહેરાની હદ: માથાના સામાન્ય વાળના મૂળથી લઈને દાઢી અને તેના નીચેના ભાગની લંબાઈ સુધી અને કાનથી કાન સુધીની પહોળાઈ, હાથની હદ: આંગળીઓની બોળખાથી કોણી સુધી, જેમાં હથેળી અને હાથના પાછળના ભાગનો સમાવેશ થાય છે, માથાની હદ: ચહેરાની બાજુઓથી ગરદનની ટોચ સુધી વાળના સામાન્ય મૂળથી, અને માથાથી કાન સુધીનો ભાગ, પગની હદ: પગ અને શિન વચ્ચેનો ભાગ.

التصنيفات

વુઝૂનો તરીકો:, વુઝૂનો તરીકો: