કયામતના દિવસે એક વ્યક્તિને લાવી જહન્નમમાં નાખવામાં આવશે, જેના કારણે તેના પેટના આંતરડા બહાર આવી જશે, અને તે તેને લઈ…

કયામતના દિવસે એક વ્યક્તિને લાવી જહન્નમમાં નાખવામાં આવશે, જેના કારણે તેના પેટના આંતરડા બહાર આવી જશે, અને તે તેને લઈ એવી રીતે ચક્કર લગાવતો હશે જેવી રીતે એક ગધેડો ઘંટીની આજુબાજુ ચક્કર લગાવે છે

ઉસામહ બિન ઝૈદ રઝી અલ્લાહુ અન્હુ તેઓએ કહ્યું: તેમને કહેવામાં આવ્યું: કહે છે કે એક વ્યક્તિએ કહ્યું: તમે ઉષ્માન બિન અફ્ફાન રઝી અલ્લાહુ અન્હુ પાસે જઈને વાત કેમ નથી કરતાં? તો ઉસામહ બિન ઝૈદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: શું તમે એમ સમજો છો કે હું તમને જણાવીને જ તેમની સાથે વાત કરીશ? અલ્લાહની કસમ! મે તેમની સાથે એકાંતમાં વાત કરી છે, જેથી કોઈ ફસાદ (ભ્રષ્ટાચાર)નો દ્વાર ન ખૂલે, હું તે પણ નથી જાણતો કે હું જ સૌથી પહેલા ફિતનાનો દ્વાર ખોલીશ, અને હું અલ્લાહના રસૂલ દ્વારા એક હદીષ સાંભળ્યા પછી એવું પણ નથી કહેતો કે જે આપણો અમીર આગેવાન છે, તે દરેક લોકોથી સારો છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «»કયામતના દિવસે એક વ્યક્તિને લાવી જહન્નમમાં નાખવામાં આવશે, જેના કારણે તેના પેટના આંતરડા બહાર આવી જશે, અને તે તેને લઈ એવી રીતે ચક્કર લગાવતો હશે જેવી રીતે એક ગધેડો ઘંટીની આજુબાજુ ચક્કર લગાવે છે, બધા જહન્નમી તેની આજુબાજુ આવી તેને કહેશે: હે ફલાણા ! તને શું થઈ ગયું છે? શું તું ભલાઈ કરવાનો અને બુરાઈથી રોકવાનો આદેશ આપતો ન હતો? તે કહેશે: કેમ નહીં, હું નેકી કરવાનો આદેશ આપતો હતો અને હું પોતે જ તે નેકી નહતો કરતો, હું બુરાઈથી રોકતો હતો પરંતુ હું પોતે જ તેનાથી બચતો નહતો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

ઉસામહ બિન ઝેદ રઝી.ને કહેવામાં આવ્યું કે: શું તમે ઉષ્માન બિન અફફાન રઝી અલ્લાહુ અન્હુ પાસે જઇ લોકો વચ્ચે જે વિદ્રોહ અને બળવો ફેલાયો છે તેને રોકવાના પ્રયત્ન વિશે વાતચીત નહીં કરો, તેમણે કહ્યું કે મેં તેમની સાથે છુપી રીતે વાત કરી છે, ફસાદ ફેલાવવા અથવા વિદ્રોહને ચઢાવવા માટે નહીં, તેઓ જાહેરમાં સરદારની કંઈ નિંદા કરવા માંગતા નથી, તે ખલીફાનું અપમાન કરવા માટેનું એક કારણ હશે, અને તે દેશદ્રોહ અને દુષ્ટતાનો દરવાજો છે, અને હું તેને ખોલનાર પ્રથમ વ્યક્તિ નહીં બનું. પછી ઉસામહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તેઓ આગેવાનોને છુપી રીતે સલાહ આપે છે, જાહેરમાં નહીં, ભલેને તે આગેવાન પણ કેમ ન હોય, તે તેઓની ખુશામત કરતા નથી અને તેમના ચહેરા પર ખોટી રીતે તેમની પ્રશંસા હોતી નથી અને ત્યારબાદ કહ્યું કે મેં નબી ﷺને કહેતા સાંભળ્યા છે: કયામતના દિવસે એક વ્યક્તિને લાવી જહન્નમમાં નાખવામાં આવશે, તો તરત જ જહન્નમની તપીશ અને તેના અઝાબથી તેના પેટના આંતરડા બહાર આવી જશે, તો તે આ જ સ્થિતિમાં ગોળ ચક્કર લગાવશે, જેવી રીતે ગધેડો ઘંટીની આજુબાજુ ચક્કર લગાવતા ફરતા હોય છે, જહન્નમના લોકો તેની આ સ્થિતિ જોઈ તેની આસપાસ ભેગા થઈ જશે, અને તેને સવાલ કરશે: હે ફલાણા વ્યક્તિ ! શું તું નેકી કરવાનો આદેશ અને બુરાઈથી રોકતો ન હતો?! તે કહેશે: ખરેખર હું ભલાઈનો આદેશ તો આપતો પરંતુ હું પોતે તેના પર અમલ નહતો કરતો અને બુરાઇથી પણ રોકતો હતો અને હું પોતે તેનાથી બચતો નહતો.

فوائد الحديث

પદ પર બિરાજમાન લોકોને સલાહ આપવાનો મૂળ સિદ્ધાંત એ છે કે તે વાત સલાહકાર અને તેમની વચ્ચે હોવી જોઈએ, અને તે વિશે વ્યક્તિએ સામાન્ય લોકોમાં બોલવું જોઈએ નહીં.

તેના માટે સખત ચેતવણી, જે પોતાના કાર્યો પોતાના આદેશો વિરુદ્ધ કરતો હોય.

આગેવાનો સાથે નમ્ર અને તેમના પ્રત્યે દયાળુ બનો અને તેમને નેકી કરવાનો આદેશ આપો અને બુરાઇથી રોકો.

સત્ય વિશે આગેવાનો ખુશામતની નિંદા અને તેની પાછળ જે છુપાયેલું છે તે જાહેર કરવું એ અસત્યની ખુશામત કરવા જેવું છે.

التصنيفات

જન્નત અને જહન્નમની લાક્ષણિકતા