إعدادات العرض
જે વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) દરમિયાન એક દિવસનો રોઝો રાખે તો અલ્લાહ તઆલા તેનો ચહેરો જહન્નમથી…
જે વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) દરમિયાન એક દિવસનો રોઝો રાખે તો અલ્લાહ તઆલા તેનો ચહેરો જહન્નમથી સિત્તેર વર્ષ દૂર કરી દે છે
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર ﷺને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) દરમિયાન એક દિવસનો રોઝો રાખે તો અલ્લાહ તઆલા તેનો ચહેરો જહન્નમથી સિત્તેર વર્ષ દૂર કરી દે છે».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog اردو 中文 हिन्दी ئۇيغۇرچە Hausa Português Kurdî සිංහල Tiếng Việt Kiswahili অসমীয়া Nederlands አማርኛ ไทยالشرح
આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે જે વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) દરમિયાન એક દિવસનો રોઝો રાખશે, અને કહેવામાં આવ્યું કે તે જિહાદ અને અન્ય ઈબાદતોમાં પણ નિખાલસતા સાથે અલ્લાહથી સવાબ અને બદલાની આશા રાખશે, તો અલ્લાહ તઆલા પોતાની કૃપા વડે તેની અને જહન્નમની વચ્ચે સિત્તેર વર્ષ જેટલું અંતર કરી દેશે.فوائد الحديث
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: અલ્લાહના માર્ગમાં રોઝો રાખવાની મહત્ત્વતા, અને આ મહત્ત્વતા તેના માટે છે, જે પોતાની જાત વડે કોઈને નુકસાન નથી પહોંચાડતો, કોઈનો હક નથી મારતો અને યુદ્ધની છાવણીમાં ઝઘડો અને અન્ય કોઈ કામ વડે કોઈને નુકસાન ન પહોંચાડે.
આ હદીષમાં નફીલ રોઝા રાખવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
અમલમાં ઇખલાસ અને અલ્લાહની પ્રસન્નતા હોવી જરૂરી છે, રોઝો નામચીન થવા અથવા દેખાડો કરવા અને અન્ય હેતુ માટે રાખવામાં ન આવે.
ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: આપ ﷺનું કહેવું (અલ્લાહના માર્ગમાં) અર્થાત્ નિયતની ઇસ્લાહ હોઈ શકે છે, બીજો એક અર્થ એ પણ કે તે યુદ્ધમાં રોઝાની સ્થિતિમાં લડતો હોય, બીજો અર્થ સમજૂતી માટે વધુ નજીક છે.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આપ ﷺએ કહ્યું: (સિત્તેર વર્ષ), વર્ષ દરમિયાન આવતી પાનખર ૠતુ જાણીતી ઋતુ છે, અહીંયા તેનો અર્થ વર્ષ છે, અહીંયા ખાસ કરીને પાનખર ઋતુનું નામ વર્ણન કર્યું, વર્ષમાં જે અન્ય ઋતુઓ છે, જેવી કે ઉનાળો, શિયાળો અને વસંત ઋતુનો ઉલ્લેખ નથી કર્યો; કારણકે પાનખર ઋતુ સૌથી શ્રેષ્ઠ ઋતુ હોય છે, તે સમય ફળ કાપવાનો સમય હોય છે.
التصنيفات
નફીલ રોઝા