રમઝાનના એક અથવા બે દિવસ પહેલા રોઝા ન રાખો, પરંતુ કોઈ વ્યક્તિ આગળથી જ (નફીલ) રોઝા રાખતો હોય તો તે રાખી લે

રમઝાનના એક અથવા બે દિવસ પહેલા રોઝા ન રાખો, પરંતુ કોઈ વ્યક્તિ આગળથી જ (નફીલ) રોઝા રાખતો હોય તો તે રાખી લે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «રમઝાનના એક અથવા બે દિવસ પહેલા રોઝા ન રાખો, પરંતુ કોઈ વ્યક્તિ આગળથી જ (નફીલ) રોઝા રાખતો હોય તો તે રાખી લે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺએ રમઝાન મહિનાના એક દિવસ અથવા બે દિવસ પહેલા સાવચેતીરૂપે રોઝા રાખવાથી રોક્યા છે; કારણકે રમઝાનનો ચાંદ જોયા પછી રમઝાનના રોઝા ફર્ઝ થાય છે, માટે સાહસ કરવાની જરૂર નથી, હા, જે વ્યક્તિ નફીલ રોઝા રાખતો હોય જેવું કે કોઈની આદત હોય એક દિવસ રોઝો રાખવો અને એક દિવસ ન રાખવો, તેમજ સોમવાર અને ગુરુવારના દિવસના રોઝા તો તેની છૂટ છે, તેનો રમઝાનના ઇસ્તિકબાલ પર કોઈ સબંધ નથી, તેને લગતા વાજિબ રોઝા પણ હોઈ શકે છે, જેવું છૂટી ગયેલા રોઝા અને નઝરના રોઝા.

فوائد الحديث

સાહસ કરવાથી રોક્યા છે અને ઈબાદત કરવા માટે શરીરની હિફાજત કરવી જરૂરી છે, ઈબાદતમાં કોઈ કમી તેમજ વધારો કર્યા વગર.

આમાં શુ હિકમત છે -એ તો અલ્લાહ જ જાણે છે- જેથી ફર્ઝ અને નફિલ નમાઝમાં ફરક થઈ શકે, અને રમઝાન માટે સંપૂર્ણ ચપળ અને ઉત્સાહપૂર્વક તૈયારી કરી શકે, જેથી આ પવિત્ર મહિનાના રોઝા શ્રેષ્ઠ અને ઉત્તમ બને.

التصنيفات

શંકાસ્પદ રોઝાનો આદેશ