તારી જબાન હમેંશા અલ્લાહના ઝિક્રમાં મગન રહે

તારી જબાન હમેંશા અલ્લાહના ઝિક્રમાં મગન રહે

અબ્દુલ્લાહ બિન બુસ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે એક વ્યક્તિ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમારા માટે ઇસ્લામના આદેશો ઘણા છે, કોઈ એવો અમલ જણાવો, જેને અમે પકડી રાખીએ, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તારી જબાન હમેંશા અલ્લાહના ઝિક્રમાં મગન રહે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

એક વ્યક્તિએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ફરિયાદ કરી કે નફીલ ઈબાદત ઘણી છે, નબળાઈના કારણે તેને અદા કરી શકતો નથી, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહ્યું કે એક એવો સરળ અમલ બતાવો જેને મજબૂતી અને પાબંદી સાથે હું કરી શકું અને ઘણો સવાબ મેળવી શકું. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું કે હમેંશા તારી જબાન પર અલ્લાહનો ઝિક્ર હોવો જોઈએ, દરેક સમયે દરેક પરિસ્થિતિમાં; સુબ્હાનલ્લાહ, અલ્ હમ્દુ લિલ્લાહ, અને અસ્તગ્ફિરુલ્લાહ તેમજ આ પ્રમાણેના ઝિક્ર કરતાં રહો.

فوائد الحديث

હમેંશા અલ્લાહનો ઝિક્ર કરતા રહેવાની મહત્ત્વતા.

અલ્લાહની ભવ્ય કૃપા કે સવાબ માટે સરળ સ્ત્રોત વર્ણન કર્યો.

નેકી અને ભલાઈના સ્ત્રોત બંદાઓમાં તફાવત.

જબાન પર અલ્લાહનો વધુ ઝિક્ર અર્થાત્ તસ્બીહ, તહમીદ, તહલીલ અને તકબીર એવી જ રીતે અન્ય અઝકાર, ઘણી નફીલ ઈબાદતોના બદલામાં છે.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સવાલ કરનારના સવાલ પર વિચાર કરી તેના પ્રમાણે જવાબ આપ્યો.

التصنيفات

ઝિકરની મહ્ત્વતા