નબી ﷺસિજદામાં આ દુઆ કરતાં હતા: «"અલ્લાહુમ્મગ્ ફિર્લી ઝન્બી કુલ્લહુ દિક્કહુ, વજિલ્લહુ, વઅવ્વલુહુ, વઆખિરહુ…

નબી ﷺસિજદામાં આ દુઆ કરતાં હતા: «"અલ્લાહુમ્મગ્ ફિર્લી ઝન્બી કુલ્લહુ દિક્કહુ, વજિલ્લહુ, વઅવ્વલુહુ, વઆખિરહુ વઅલાનિયતહુ વસિર્રહુ" (હે અલ્લાહ! મને અને મારા નાના-મોટા, આગળ અને પાછળના, જાહેર અને છુપા દરેક ગુનાહોને માફ કરી દે)

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺસિજદામાં આ દુઆ કરતાં હતા: «"અલ્લાહુમ્મગ્ ફિર્લી ઝન્બી કુલ્લહુ દિક્કહુ, વજિલ્લહુ, વઅવ્વલુહુ, વઆખિરહુ વઅલાનિયતહુ વસિર્રહુ" (હે અલ્લાહ! મને અને મારા નાના-મોટા, આગળ અને પાછળના, જાહેર અને છુપા દરેક ગુનાહોને માફ કરી દે)».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ સિજદામાં આ દુઆ કરતાં હતા: ("અલ્લાહુમ્મગ્ ફિર્લી ઝન્બી" હે અલ્લાહ! મારા ગુનાહ માફ કરી દે) તેને છુપાવીને, અને તેની પાછળ જવાથી મારી સુરક્ષા કર, બસ તું તેને માફ કરે અને દરગુજર કર, ("કુલ્લહુ" સંપૂર્ણ) અર્થાત્: ("દિક્કહુ" નાના) નાના અને ઓછા, ("વજિલ્લહુ" મોટા) મોટા અને વધુ પ્રમાણમાં હોય તે, ("વઅવ્વલુહુ" પહેલા) પહેલો ગુનોહ, ("વઆખિરહુ' છેલ્લો) જે તેની વચ્ચે હોય તે, ("વઅલાનિયતહુ વસિર્રહુ" જાહેર અને છુપા) જેને તારા સિવાય કોઈ ન જાણતું હોય તે ગુનાહ.

فوائد الحديث

ઈમામ ઈબ્ને કય્યિમ રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં નબી ﷺએ નાના, મોટા, સૂક્ષ્મ અને મહાન, આગળના, પાછળના, જાહેર અને છુપા દરેક ગુનાહથી માફી માંગી, આ એક વ્યાપક દુઆ છે, જેમાં તે દરેક ગુનાહનો સમાવેશ થાય છે, જેના વિષે બંદો જાણે છે અને જેના વિષે જાણતો નથી તેની પણ તૌબા કરી લે છે.

કહેવામાં આવ્યું: સૂક્ષ્મ એટલે કે બારીક ગુનાહને મહાન ગુનાહ પર પ્રાથમિકતા આપવામાં આવી; કારણકે સવાલ કરનાર આ વિષે વધુ સવાલ કરે છે, અને મોટો ગુનાહ તો નાના ગુનાહ સતત કરવાથી મોટા ગુનાહ થઈ જાય છે, અને તેનાથી ન બચવું પણ મોટા ગુનાહમાં સપડાઈ જવાનું કારણ બને છે, અને સત્ય એ છે વસીલો કાર્ય અપનાવવાનું મૂળ સ્ત્રોત છે.

અલ્લાહ સમક્ષ વિનમ્રતા અપનાવવી, દરેક નાના મોટા ગુનાહોથી તેની પાસે માફી માંગવી.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં ખૂબ જ દુઆ કરવા અને શબ્દોનો વધારો કરવા પર ભાર આપ્યો છે, ભલેને તેના એક શબ્દનો અર્થ બીજામાં હોય.

التصنيفات

ઝિકર માટે આપ ﷺનો તરીકો