إعدادات العرض
અલ્લાહુમ્મ ઇન્ની અઉઝુબિક મિન્ ઝવાલિ નિઅમતિક્, વતહવ્વુલિ આફિયતિક્, વફુજાઅતિ નિક્મતિક્, વજમીઅ સખતિક્" હે અલ્લાહ!…
અલ્લાહુમ્મ ઇન્ની અઉઝુબિક મિન્ ઝવાલિ નિઅમતિક્, વતહવ્વુલિ આફિયતિક્, વફુજાઅતિ નિક્મતિક્, વજમીઅ સખતિક્" હે અલ્લાહ! હું તારી આપેલ નેઅમતો જે ખત્મ થઈ જાય, એવી તંદુરસ્તી જે બીમારિમાં ફેરવાઈ જાય, અચાનક આવનાર મુસીબત અને તારી દરેક પ્રકારની નારાજગીથી પનાહ માંગું છું
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત દુઆઓ માંથી: «"અલ્લાહુમ્મ ઇન્ની અઉઝુબિક મિન્ ઝવાલિ નિઅમતિક્, વતહવ્વુલિ આફિયતિક્, વફુજાઅતિ નિક્મતિક્, વજમીઅ સખતિક્" હે અલ્લાહ! હું તારી આપેલ નેઅમતો જે ખત્મ થઈ જાય, એવી તંદુરસ્તી જે બીમારિમાં ફેરવાઈ જાય, અચાનક આવનાર મુસીબત અને તારી દરેક પ્રકારની નારાજગીથી પનાહ માંગું છું».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Tagalog Türkçe اردو 中文 हिन्दी Tiếng Việt සිංහල Hausa Kurdî Português தமிழ் Русский Nederlands অসমীয়া Kiswahili پښتو አማርኛ ไทย Oromoo Română മലയാളം Deutsch नेपालीالشرح
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચાર વસ્તુઓથી પનાહ માંગી છે: પહેલી: "અલ્લાહુમ્મ ઇન્ની અઉઝુબિક મિન્ ઝવાલિ નિઅમતિક્" (હે અલ્લાહ તારી પાસે પનાહ માંગુ છું કે તે આપેલ નેઅમતો ખતમ થઈ જાય) દીન અને દુનિયાની દરેક બાબતે, મને ઇસ્લામ પર અડગ રાખજે, અને તે ગુનાહ જેમાં સપડાઈ જવાથી નેઅમતો નષ્ટ થઈ જાય તેનાથી દૂર રાખજે. બીજી: "વતહવ્વુલિ આફિયતિક્" (એવી તંદુરસ્તી, જે બીમારીમાં ફેરવાય જાય) જે અજમાયશમાં બદલાય જાય, હમેંશા આફિયતનો સવાલ કરું છું, દરેક પ્રકારની બીમારીઓ તેમજ તકલીફોથી સુરક્ષાનો સવાલ કરું છું. ત્રીજી: "વફુજાઅતિ નિક્મતિક્" (અચાનક આવનારી મુસીબતથી) પરેશાની અથવા તકલીફ, જો તે અચાનક આવી જશે, તો તૌબા અને માફીનો સમય નહીં મળે, અને મુસીબતમાં સપડાયેલો વ્યક્તિ વધારે તકલીફમાં રહેશે. ચોથી: "વજમીઅ સખતિક્" (તારી દરેક પ્રકારની નારાજગીથી પનાહ માંગુ છું) એવા સ્ત્રોતથી જે તારા ગુસ્સાને ભડકાવે, એટલા માટે કે તું જેના પર ગુસ્સે થયો, તે નિષ્ફળ અને નુકસાન ઉઠાવશે. આ દુઆમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દરેક શબ્દોને એકઠા કર્યા; જેમાં પવિત્ર અલ્લાહના ગુસ્સે થવાના દરેક કારણોનો સમાવેશ કર્યો છે, કાર્યો, વાતો અને અકીદા (માન્યતાઓ) માંથી.فوائد الحديث
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અલ્લાહ તઆલા તરફ સંપૂર્ણ રીતે સમર્પિત થઈ જવું.
પવિત્ર પનાહનું વર્ણન: નેઅમતો પર અલ્લાહનો શુક્ર કરવાની તૌફીક, અને ગુનાહથી દૂર રહેવા માટેની દુઆ; કારણકે આ બન્ને નેઅમતોને ખતમ કરે છે.
જે કામોથી અલ્લાહ ગુસ્સે થતો હોય તેનાથી દૂર રહેવાની તાકીદ.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અચાનક આવનારી મુસીબતથી પનાહ માગી; કારણકે જો અલ્લાહ તઆલા બંદાની પકડ કરશે તો બંદો તેને દૂર નથી કરી શકતો ભલેને દરેક લોકો ભેગા મળી તેને દૂર કરવા ઈચ્છે તો પણ તે દૂર નહીં કરી શકે.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એવી તંદુરસ્તીથી પનાહ માંગી, જે બીમારીમાં ફેરવાય જાય; કારણકે જે વ્યક્તિને અલ્લાહ આફિયત આપી દેશે, તે દુનિયા અને આખિરત બન્ને જગ્યાએ કામયાબ થઈ જશે, જો આફિયત નહીં હોય, તો તે દુનિયા અને આખિરત બન્નેમાં નિષ્ફળ રહેશે, એટલા માટે આફિયત દીન અને દુનિયા બન્ને માટે જરૂરી છે.
التصنيفات
પ્રખ્યાત દુઆઓ