?અલ્લાહ પાસે શક્તિશાળી મોમિન કમજોર મોમિન કરતા શ્રેષ્ઠ અને પ્રિય છે, હા, ભલાઈ તો બંને લોકોમાં છે,

?અલ્લાહ પાસે શક્તિશાળી મોમિન કમજોર મોમિન કરતા શ્રેષ્ઠ અને પ્રિય છે, હા, ભલાઈ તો બંને લોકોમાં છે,

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ કહ્યું: «અલ્લાહ પાસે શક્તિશાળી મોમિન કમજોર મોમિન કરતા શ્રેષ્ઠ અને પ્રિય છે, હા, ભલાઈ તો બંને લોકોમાં છે, જે વસ્તુ તમારા માટે ફાયદાકારક હોય, તેની મનેચ્છા રાખો, અલ્લાહ પાસે મદદ માંગો અને નાસીપાસ ન થશો, જો તમારા પર કોઈ મુસીબત આવી જાય તો આવા શબ્દો ન કહો કે જો હું આમ કરતો તો આમ થઈ જતું, પરંતુ આ પ્રમાણેના શબ્દો કહો કે આતો અલ્લાહની તકદીર છે અને તે જે ઈચ્છે છે, તે જ થાય છે, કારણકે 'જો શબ્દ' શૈતાનની દખલગીરીનો દ્વાર ખોલી નાખે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે મોમિનમાં દરેક પ્રકારની ભલાઈ હોય છે, પરંતુ શક્તિશાળી મોમિન પોતાના ઈમાન, ઈરાદા પોતાના માલ અને શક્તિના અન્ય તબક્કાઓમાં એક કમજોર મોમિન કરતા શ્રેષ્ઠ અને અલ્લાહ પાસે વધુ પ્રિય છે. ફરી નબી ﷺએ એક મોમિનને દુનિયા અને આખિરતમાં ફાયદો પહોંચાડવા વાળી વસ્તુઓના સ્ત્રોતને અપનાવવા તેમજ અલ્લાહ પર ભરોસો કરતા તેની પાસે મદદ અને તૌફિક માંગવાની વસિયત કરી. ફરી નબી ﷺએ આળસ, સુસ્તી અને બેદરકારીથી રોક્યા છે. જે મોમિન કામમાં મહેનત કરે, સ્ત્રોત પણ અપનાવે અને અલ્લાહ પાસે મદદ માંગે, તેની પાસે ભલાઈ માંગે, તો તેણે પોતાનો સંપૂર્ણ મામલો અલ્લાહના હવાલે કરવો પડશે; કારણકે તેને ખબર હોવી જોઈએ કે અલ્લાહની પસંદ સૌથી શ્રેષ્ઠ છે. અને તો પછી પણ કોઈ મુસીબત આવી જાય તો આવા શબ્દો ન કહો: "કદાચ, હું આમ કરતો તો આમ આમ થઈ જાત"; કારણકે કદાચ અને કાશ શબ્દ શૈતાનના અમલનો દ્વાર ખોલે છે, તકદીરનો ઇન્કાર અને જે જતું રહ્યું છે તેના પર પસ્તાવો, પરંતુ તેના નિર્ણયનો સ્વીકાર કરતા ખુશી ખુશી કહેવું જોઈએ, "અલ્લાહની તકદીર છે અને તે જે ઈચ્છે છે, એ જ પ્રમાણે થાય છે", જે કંઈ થયું તે અલ્લાહની ઈચ્છા પ્રમાણે હતું, કારણ કે તે જે ઈચ્છે છે તે કરે છે, અને તેના હુકમને કોઈ રોકી નથી કરી શકતો, ન તો તેના ચુકાદા વિરુદ્ધ કંઈ પણ થઈ શકે છે.

فوائد الحديث

ઇમાનમાં લોકો વિભિન્ન હોય છે.

અમલ કરવામાં શક્તિ હોવી સારી વાત છે, કારણકે તેના દ્વારા જે ફાયદો પહોંચે છે તે ફાયદો નબળાઈ દ્વારા નથી પહોંચતો.

માનવીને જે વસ્તુ ફાયદો પહોંચાડે તેના માટે ઉત્સુક રહેવું જોઈએ અને જે ફાયદો ન પહોંચાડે તેને છોડી દેવું જોઈએ.

મોમિન માટે જરૂરી છે કે તે દરેક કામમાં અલ્લાહ પાસે મદદ માંગે, અને પોતાના પર ભરોસો ન કરે.

કઝા (નિર્ણય) અને તકદીર પર અડગ રહેવું જોઈએ, અને એ કે આ બંને ભલાઈના કામો કરવા અને તેના સ્ત્રોત અપનાવવાથી રોકતા નથી.

જ્યારે કોઈ મુસીબત આવી જાય તો «કાશ» જેવા શબ્દો બોલવા પર રોક કારણકે આ પ્રમાણે ના શબ્દો અલ્લાહની તકદીર અને નિર્ણય પર વાર કરે છે.

التصنيفات

તકદીર અને ભાગ્યના આદેશો, દિલમાં કરવામાં આવતા અમલો