નિશંક અલ્લાહએ મારી ઉમ્મતની તે વાતો માફ કરી દીધી છે, જે તેઓ પોતાના દિલમાં વિચારે છે, જ્યાં સુધી તેના પર અમલ ન કરી લે,…

નિશંક અલ્લાહએ મારી ઉમ્મતની તે વાતો માફ કરી દીધી છે, જે તેઓ પોતાના દિલમાં વિચારે છે, જ્યાં સુધી તેના પર અમલ ન કરી લે, અથવા જબાન વડે તેને સ્પષ્ટ ન કરે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «નિશંક અલ્લાહએ મારી ઉમ્મતની તે વાતો માફ કરી દીધી છે, જે તેઓ પોતાના દિલમાં વિચારે છે, જ્યાં સુધી તેના પર અમલ ન કરી લે, અથવા જબાન વડે તેને સ્પષ્ટ ન કરે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે કોઈ પણ મુસલમાન જે પોતાના દિલમાં કોઈ બુરાઈ બાબતે વિચારે કરે, તો ત્યાં સુધી તેને દોષી ઠેહરાવવામાં નથી આવતો અથવા તેની પકડ કરવામાં નથી આવતી, જ્યાં સુધી તે વિચાર કરેલા ગુનાહ વિષે વાત કરે અથવા તેના પર અમલ કરી લે, અલ્લાહ તે ગુનાહને દૂર કરી દે છે, અને તેને માફ કરી દે છે, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)ની ઉમ્મતના દરેક લોકો જે પોતાના દિલ અથવા દિમાગમાં કોઈ બુરાઈ કરવા વિષે વિચારે છે, તેના વિષે તેમની પકડ કરવામાં નહીં આવે, જ્યાં સુધી તે તેના પર સંતુષ્ટ ન થાય, અથવા તે કાર્ય કરવાનો પાક્કો ઇરાદો કરી લે, જો તે દિલમાં ઘમંડ કરવા વિશે અથવા કપડાં નીચે લટકાવવા વિષે અથવા નિફાક (દંભ) કરવા વિષે વિચારી લે અને તેને જબાન વડે કહે તો તેની પકડ કરવામાં આવશે.

فوائد الحديث

બરકતવાળા અને ઉચ્ચ અલ્લાહએ તે વાતો અને વિચારોથી માફ કરી દીધા છે, જે દિલમાં આવે છે, માનવી તેના વિષે પોતાના મનમાં વિચારે છે, તે વિચારો પસાર થઈ જાય છે.

તલાક (છૂટાછેડા): જો કોઈ વ્યક્તિ તેના વિષે વિચારે છે, પરંતુ તેને જુબાન વડે કહેતો નથી અને ન તો તેને લખે છે, તો તે તલાક ગણવામાં નહીં આવે.

મનમાં આવતી વાતો પર માનવીને સવાલ કરવામાં નહીં આવે, ભલેને તે કેટલી મોટી પણ કેમ ન હોય, જ્યાં સુધી તે વાત પર મક્કમતા સાથે અમલ ન કરે અથવા જુબાન વડે તેને સ્પષ્ટ ન કરે.

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)ની ઉમ્મતની મહાનતા, ખાસ કરીને આ વાત કે મનમાં આવેલી વાતો પર તેમની પકડ કરવામાં નહીં આવે, તે વિરુદ્ધ કે પાછલી કોમોની આ વિષે પકડ કરવામાં આવતી હતી.

التصنيفات

તલાકના શબ્દો