કોઈ પણ મુસલમાન જ્યારે તની ફર્ઝ નમાઝનો સમય થઈ જાય અને તે તેના માટે સારી રીતે વઝૂ કરે, અને તે નમાઝને ખુશૂઅ (દિલની…

કોઈ પણ મુસલમાન જ્યારે તની ફર્ઝ નમાઝનો સમય થઈ જાય અને તે તેના માટે સારી રીતે વઝૂ કરે, અને તે નમાઝને ખુશૂઅ (દિલની સંપૂર્ણ હાજરી) સાથે પઢે, અને સારી રીતે રુકૂઅ કરે, તો તે નમાઝ તેના માટે તેના પાછલા ગુનાહોનો કફ્ફારો બની જાય છે, સિવાય એ કે તે મોટા ગુનાહ ન કરે, અને આ મહત્ત્વતા હંમેશા માટે રહે છે

ઉષમાન રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «કોઈ પણ મુસલમાન જ્યારે તની ફર્ઝ નમાઝનો સમય થઈ જાય અને તે તેના માટે સારી રીતે વઝૂ કરે, અને તે નમાઝને ખુશૂઅ (દિલની સંપૂર્ણ હાજરી) સાથે પઢે, અને સારી રીતે રુકૂઅ કરે, તો તે નમાઝ તેના માટે તેના પાછલા ગુનાહોનો કફ્ફારો બની જાય છે, સિવાય એ કે તે મોટા ગુનાહ ન કરે, અને આ મહત્ત્વતા હંમેશા માટે રહે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કોઈ પણ મુસલમાન જ્યારે પણ કોઈ ફર્ઝ નમાઝનો સમય થઈ જાય છે, તો તે સારી રીતે વઝૂ કરે છે અને તેને પૂર્ણ કરે છે, ફરી તે નમાઝમાં ખુશૂઅ એવી રીતે અપનાવે છે કે તેનું દિલ અને તેના શરીરના દરેક અંગો અલ્લાહને સમર્પિત છે, અને તે નમાઝના દરેક કાર્યો જેમકે રુકૂઅ, સિજદો વગેરે પૂરા કરે છે, તો તે નમાઝ તેના માટે પાછલા નાના ગુનાહો માટે કફ્ફારો (પ્રાયશ્ચિત) બની જાય છે, જો તે મોટા મોટા ગુનાહો માંથી કોઈ ગુનોહ ન કરે આ મહાનતા અને મહત્ત્વતા દરેક નમાઝ સાથે લાગુ પડે છે.

فوائد الحديث

બંદો જ્યારે કોઈ નમાઝ માટે સારી રીતે વઝૂ કરે અને ખુશૂઅ (સંપૂર્ણ દિલની હાજરી સાથે), ફકત અલ્લાહની પ્રસન્નતા માટે પઢે, તો તે નમાઝ તેના માટે તેના પાછળ (નાના) ગુનાહો (પાપો) નો કફ્ફારો (પ્રાયશ્ચિત) બની જાય છે.

ઈબાદતને નિયમિતરૂપે અદા કરવાની મહત્ત્વતા, ને તે ઈબાદત નાના ગુનાહો માટે કફ્ફારો (પ્રાયશ્ચિત) બની જાય છે.

સારી રીતે વઝૂ કરવા, તેમજ સારી રીતે ખુશૂઅ (દિલની હાજરી સાથે) સાથે નમાઝ પઢવાની મહત્ત્વતા.

નાના નાના ગુનાહો (પાપો) માફ કરવા માટે મોટા મોટા ગુનાહોથી બચવું જરૂરી છે.

મોટા મોટા ગુનાહ તૌબા વગર માફ થતા નથી.

التصنيفات

નમાઝની મહ્ત્વતા