બે વસ્તુ લોકોમાં એવી છે, જે કુફ્રનું કારણ બને છે: નસબ (ખાનદાન) બાબતે મહેણાંટોણો મારવા અને મૃતક પર નવહા (વિલાપ) કરવો

બે વસ્તુ લોકોમાં એવી છે, જે કુફ્રનું કારણ બને છે: નસબ (ખાનદાન) બાબતે મહેણાંટોણો મારવા અને મૃતક પર નવહા (વિલાપ) કરવો

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહ્યું: «બે વસ્તુ લોકોમાં એવી છે, જે કુફ્રનું કારણ બને છે: નસબ (ખાનદાન) બાબતે મહેણાંટોણો મારવા અને મૃતક પર નવહા (વિલાપ) કરવો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે લોકોમાં બે આદતો એવી છે, જે કાફિરોના અમલ માફક છે અને અજ્ઞાનતાના સમયની આદતો માંથી છે, તે બન્ને માંથી: પહેલી : લોકોને ખાનદાન બાબતે મહેણાંટોણા મારવા, ખામીઓ શોધવી અને ઘમંડ કરવું. બીજી: મુસીબતના સમયે તકદીર પર નારાજ થઈ રાડો પાડવી, અથવા ભયના કારણે કપડાં ફાડવા.

فوائد الحديث

આજીજી અપનાવવા અને લોકો સામે ઘમંડ ન કરવું જોઇએ.

મુસીબત પર સબર કરવી જોઈએ અને નારાજ થવાથી બચવું જોઈએ.

આ અમલ કુફ્રે અસગર છે, અને આ વર્ણન કરેલ કુફ્ર કરવાથી ત્યાં સુધી ઇસ્લામ માંથી નથી નીકળતા જ્યાં સુધી તે કુફ્રે અકબર ન કરી લે.

ઇસ્લામ તે દરેક વસ્તુથી રોકે છે, જેના કારણે મુસલમાનોની વચ્ચે વિવાદ થઈ શકે છે, જેવું કે લોકોના ખાનદાન વિશે મહેણાંટોણા મારવા, વગેરે.

التصنيفات

કુફ્ર