આપ ﷺ પર વહી ઉતરી જ્યારે આપ ﷺ ચાળીસ વર્ષના હતા

આપ ﷺ પર વહી ઉતરી જ્યારે આપ ﷺ ચાળીસ વર્ષના હતા

અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: આપ ﷺ પર વહી ઉતરી જ્યારે આપ ﷺ ચાળીસ વર્ષના હતા, આપ ﷺ મક્કહમાં તેર વર્ષ સુધી રહ્યા, પછી અલ્લાહ તઆલા એ આપ ﷺ ને હિજરત કરવાનો આદેશ આપ્યો, આપ ﷺ એ મદીના તરફ હિજરત કરી, ત્યાં આપ ﷺ દસ વર્ષ સુધી રહ્યા, પછી આપ ﷺ નું મૃત્યુ થયું.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા જણાવી રહ્યા છે, કે આપ ﷺ પર વહી ઉતરી અને આપ ﷺ ને પયગંબરી આપવામાં આવી ત્યારે આપ ﷺ ની ઉંમર ચાળીસ વર્ષની હતી, વહી આવ્યા પછી તેર વર્ષ સુધી આપ ﷺ મક્કહમાં રહ્યા, પછી અલ્લાહ તઆલા એ આપને હિજરત કરવાનો આદેશ આપ્યો, ત્યાં આપ ﷺ દસ વર્ષ સુધી રહ્યા, અને ત્યારબાદ આપ ﷺ નું મૃત્યુ થયું, જે સમયે આપની ઉંમર ત્રેસઠ વર્ષની હતી.

فوائد الحديث

સહાબા આપ ﷺ ની સીરતનું સંપૂર્ણ ધ્યાન આપતા હતા.

التصنيفات

આપણાં નબી મોહમ્મદ ﷺ, નબી સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનું જીવનચરિત્ર