એક વ્યક્તિએ વઝૂ કર્યું તો તેને પોતાના પગમાં એક નખ બરાબર જગ્યા સૂકી અર્થાત્ ધોયા વગર છોડી દીધી, તો જ્યારે નબી ﷺ એ…

એક વ્યક્તિએ વઝૂ કર્યું તો તેને પોતાના પગમાં એક નખ બરાબર જગ્યા સૂકી અર્થાત્ ધોયા વગર છોડી દીધી, તો જ્યારે નબી ﷺ એ તેની તરફ નજર કરી તો કહ્યું: «પાછા જાઓ અને સારી રીતે વઝૂ કરો» તે પાછો ગયો, ફરી તેણે નમાઝ પઢી

જાબિર રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મને ઉમર બિન ખત્તાબ્ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું: એક વ્યક્તિએ વઝૂ કર્યું તો તેને પોતાના પગમાં એક નખ બરાબર જગ્યા સૂકી અર્થાત્ ધોયા વગર છોડી દીધી, તો જ્યારે નબી ﷺ એ તેની તરફ નજર કરી તો કહ્યું: «પાછા જાઓ અને સારી રીતે વઝૂ કરો» તે પાછો ગયો, ફરી તેણે નમાઝ પઢી.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે નબી ﷺ એ એક વ્યક્તિને જ્યારે તેને વઝૂ પૂર્ણ કર્યું ત્યારે જોયું કે તેણે તેના પગમાં એક નખ જેટલી જગ્યા છોડી દીધી છે, જ્યાં વઝૂનું પાણી પહોંચ્યું ન હતું. તો નબી ﷺ એ તે જગ્યા તરફ ઈશારો કરી કહ્યું: જાઓ અને સારી રીતે વઝૂ કરો, અને તેને પૂર્ણ કરો, અને દરેક અંગને તેના હક પ્રમાણે સંપૂણ પાણી આપો, તે વ્યક્તિ પાછો ફરી ગયો, પોતાનું વઝૂ પૂર્ણ કર્યું પછી નમાઝ પઢી.

فوائد الحديث

ભલાઈનો આદેશ આપવામાં પહેલ કરવી જોઈએ, અને અજ્ઞાની, અને ગાફેલને માર્ગદર્શન આપવું જોઈએ, ખાસ કરીને તે સમયે જ્યારે કોઈ બુરાઈ તેની ઈબાદતને ખરાબ કરતી હોય.

વઝૂના દરેક અંગો પર પાણી નાખવું વાજિબ છે, અને જે વ્યક્તિ વઝૂનો કોઈ ભાગ છોડી દે ભલે તે સહેજ પણ કેમ ન હોય તેનું વઝૂ સહીહ નહીં ગણાય, અને જો સમય વધારે પસાર થઈ જાય તો તેણે ફરીથી વઝૂ કરવું પડશે.

સારી રીતે વઝૂ કરવું અને તેને પૂર્ણ કરવું અને દરેક અંગ પર સંપૂર્ણ રીતે પાણી પહોંચાડવું શરીઅતના નિયમો માંથી છે.

બંને પગ વઝૂના અંગો માંથી છે, તેના પર ફક્ત મસો કરવો પૂરતો નહીં થાય, પરંતુ તેને ધોવા જરૂરી છે.

વઝૂના દરેક અંગોને એક અંગ સુકાઈ તે પહેલા બીજા અંગને તરત જ ધોવો જરૂરી છે.

અજ્ઞાનતા અને અજાણતાના કારણે વાજિબ માફ નથી થઈ જતું, પરંતુ તેને દ્વારા જે ગુનાહ મળવાનો હતો તે માફ થઈ જાય છે, તે વ્યક્તિ જેણે પોતાની અજ્ઞાનતાના કારણે સારી રીત વઝૂ ન કરું તો નબી ﷺ એ વઝૂનો ઇન્કાર ન હતો કર્યો પરંતુ તેને ફરીવાર કરવાનો આદેશ આપ્યો.

التصنيفات

વુઝુના મૂળ અંગો