તે એવા લોકો હતા જ્યારે તેમની કોમમાં કોઈ સદાચારી વ્યક્તિ મૃત્યુ પામતો અથવા કોઈ નેક વ્યક્તિ, તો તેઓ તેની કબરને…

તે એવા લોકો હતા જ્યારે તેમની કોમમાં કોઈ સદાચારી વ્યક્તિ મૃત્યુ પામતો અથવા કોઈ નેક વ્યક્તિ, તો તેઓ તેની કબરને મસ્જિદ બનાવી લેતા

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા એ નબી ﷺ સમક્ષ એક ચર્ચનો ઉલ્લેખ કર્યો, જે ચર્ચ તેમણે હબશા નામના શહેરમાં જોયું હતું, તે ચર્ચનું નામ મારિયહ હતું, તેમણે ત્યાં જે મૂર્તિઓ જોઈ હતી તેના વિશે જણાવ્યું, તો નબી ﷺ એ કહ્યું: »તે એવા લોકો હતા જ્યારે તેમની કોમમાં કોઈ સદાચારી વ્યક્તિ મૃત્યુ પામતો અથવા કોઈ નેક વ્યક્તિ, તો તેઓ તેની કબરને મસ્જિદ બનાવી લેતા, અને ત્યાં આ મૂર્તિને લાવી મૂકી દેતા, તેઓ અલ્લાહ પાસે તેના સર્જન માંથી સૌથી દુરાચારી લોકો છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

ઉમ્મુલ્ મુઅમિનીન ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા એ નબી ﷺ ને જણાવ્યું કે જ્યારે તેઓ હબશા શહેરમાં હતા તો તેમણે એક ચર્ચ જોયું -જેને મારિયહ કહેવામાં આવતું હતું- જેમાં મૂર્તિઓ, પથ્થરો, અને અલગ લગ પ્રકારના ચિત્રો હતા, આ જોઈ તેમને આશ્ચર્ય થયું! તો નબી ﷺ એ આ મૂર્તિઓનું કારણ જણાવ્યું; અને કહ્યું: જ્યારે તેમના માંથી નેક લોકો મૃત્યુ પામતા, તો તેઓ તેની કબર પાસે મસ્જિદ બનાવી દેતા, અને તેઓ ત્યાં નમાઝ પઢતા અને તેમાં આ મૂર્તિઓ લગાવી દેતા. અને નબી ﷺ એ જણાવ્યું કે તેઓ અલ્લાહની મખલૂક (સર્જન) માંથી સૌથી ખરાબ લોકો છે; કારણકે તેમનો આ અમલ તેમને શિર્ક તરફ લઈ જાય છે.

فوائد الحديث

કબરો પર મસ્જિદ બનાવવી અથવા ત્યાં નમાઝ પઢવી અથવા મસ્જિદમાં કોઈ મૃતકને દફન કરવું હરામ છે; કારણકે આ દરેક કાર્યો શિર્ક તરફ લઈ જાય છે.

કબરો પર મસ્જિદ બનાવવી અને તેમાં મૂર્તિઓ લગાવવી યહૂદીઓ અને નસ્રાનીઓનો અમલ છે, જે પણ આવું કરશે તે તેમના જેવો ગણવામાં આવશે.

સજીવ વસ્તુઓનું ચિત્ર બનાવવું હરામ છે.

જે વ્યક્તિ કબર પર મસ્જિદ બનાવશે અને તેમાં ચિત્રો લગાવશે તે અલ્લાહની મખલૂક માંથી સૌથી ખરાબ વ્યક્તિ ગણવામાં આવશે.

શરીઅતનો કાનૂન તૌહીદના માર્ગની સંપૂર્ણ હિફાજત કરે છે, તે દરેક માર્ગથી રોકે છે જે શિર્ક તરફ જતો હોય.

નેક લોકોના વખાણમાં વધારો કરવા પર રોક લગાવી છે; કારણકે તે શિર્કનું કારણ બને છે.

التصنيفات

તૌહીદે ઉલુહિયત, તૌહીદે ઉલુહિયત, મસ્જિદ માટે કેટલાક આદેશો, મસ્જિદ માટે કેટલાક આદેશો