માનવી તે સમયે નમાઝ ન પઢે જ્યારે ખાવાનું હાજર હો, અને તે સમયે પણ ન પઢે જ્યારે જ્યારે સખત પેશાબ અથવા હાજતની જરૂર હોય

માનવી તે સમયે નમાઝ ન પઢે જ્યારે ખાવાનું હાજર હો, અને તે સમયે પણ ન પઢે જ્યારે જ્યારે સખત પેશાબ અથવા હાજતની જરૂર હોય

આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેણી કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «માનવી તે સમયે નમાઝ ન પઢે જ્યારે ખાવાનું હાજર હો, અને તે સમયે પણ ન પઢે જ્યારે જ્યારે સખત પેશાબ અથવા હાજતની જરૂર હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ એ તે ખોરાકની હાજરીમાં નમાઝ પઢવાથી રોક્યા છે, જેના માટે મનમાં લાલસા હોય અને દિલ તેની તરફ જ લાગેલું હોય છે. એવી જ રીતે સખત પેશાબ અથવા હાજતની જરૂર હોય ત્યારે પણ નમાઝ પઢવાથી રોક્યા છે, કારણકે તે બંને શરીરને નુકસાનથી બચાવવામાં વ્યસ્ત હોય છે.

فوائد الحديث

નમાઝી માટે જરૂરી છે કે તે દરેક વસ્તુ જે તેને તેની નમાઝથી ગાફેલ કરી દે તેનાથી નમાઝ શરૂ કરતાં પહેલા બચીને રહે.

التصنيفات

નમાઝીઓ દ્વારા થતી ભૂલો