નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે નમાઝ પઢતા તો પોતાના બંને હાથને એટલા ફેલાવતા કે…

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે નમાઝ પઢતા તો પોતાના બંને હાથને એટલા ફેલાવતા કે બગલોની સફેદી નજર આવવા લગતી

અબ્દુલ્લાહ બિન માલિક બિન બુહૈનહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે નમાઝ પઢતા તો પોતાના બંને હાથને એટલા ફેલાવતા કે બગલોની સફેદી નજર આવવા લગતી.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે સિજદો કરતાં તો સિજદા દરમિયાન પોતાના બંને હાથને એટલા ફેલાવતા; અને બંને હાથને બાજુઓથી એવી રીતે દૂર રાખતા, જેમકે એક પક્ષી પોતાની પાંખો ફેલાવે છે, અહીં સુધી કે તેમની બગલોની સફેદી નજર આવવા લગતી; કારણકે આ બંને બાજુઓને ફેલાવવામાં અને હાથને દૂર કરવામાં ખૂબ જ અતિશયોક્તિ છે.

فوائد الحديث

સિજદામાં પોતાની કોળીઓને બાજુઓથી દૂર રાખવી જાઈઝ છે.

અને જે કોઈ વ્યક્તિ નમાઝમાં આમ કરે અને તેની બાજુમાં નમાઝ પઢી રહેલા વ્યક્તિને તકલીફ થાય તો તેના માટે આમ કરવું જાઈઝ નથી.

સિજદામાં બંને હાથ અને બાજુઓ વચ્ચે અંતર રાખવાના ઘણા ફાયદા અને હિકમતો છે, જેમકે: નમાઝ પઢવામાં ચુસ્તી વ્યક્ત કરવી, જ્યારે માનવી સિજદાના દરેક અંગોને જમીન પર મૂકી દે છે, તો દરેક અંગ ઈબાદતમાં લાગી જાય છે, અને કેટલાક લોકો તેની હિકમત એ પણ બતાવે છે કે આ સ્થિતિ વિનમ્રતાની વધુ માફક અને મોઢા અને નાકને સારી રીતે જમીન પર મિકવામાં મદદરૂપ થાય છે, અને તેનાથી દરેક અંગ પણ અલગ થઈ સ્પસ્ટ દેખાઈ છે.

التصنيفات

નમાઝ માટે આપ સલ્લલાહુ અલયહી વસલ્લમનો તરીકો