કોઈ રોગ સંક્રમિત નથી હોતો, અંશુકન જેવી કોઈ વસ્તુ નથી, ઘુવડનો કોઈ પ્રભાવ પડતો નથી અને સફરના મહિનાનો કોઈ દોષ નથી,…

કોઈ રોગ સંક્રમિત નથી હોતો, અંશુકન જેવી કોઈ વસ્તુ નથી, ઘુવડનો કોઈ પ્રભાવ પડતો નથી અને સફરના મહિનાનો કોઈ દોષ નથી, કોઢીની (રક્તપિત્તના) દર્દીઓથી એવી રીતે ભાગો જેવી રીતે તમે સિંહને જોઈને ભાગો છો

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «કોઈ રોગ સંક્રમિત નથી હોતો, અંશુકન જેવી કોઈ વસ્તુ નથી, ઘુવડનો કોઈ પ્રભાવ પડતો નથી અને સફરના મહિનાનો કોઈ દોષ નથી, કોઢીની (રક્તપિત્તના) દર્દીઓથી એવી રીતે ભાગો જેવી રીતે તમે સિંહને જોઈને ભાગો છો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) અજ્ઞાનતાના સમયના કેટલાક એવા કાર્યો વિશે જણાવી રહ્યા છે, જેથી પોતાની કોમને તેનાથી સચેત કરી શકે, અને જણાવી રહ્યા છે, દરેક કાર્યો અલ્લાહના જ હાથમાં છે, અને તેના જ આદેશથી કોઈ કાર્ય પૂર્ણ થાય છે, અને તે કાર્યો નીચે મુજબ છે: પહેલું: અજ્ઞાનતાના સમયે લોકો સમજતા હતા કે બીમારીઓ સંકર્મિત હોય છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ એવો અકીદો રાખવો કે બીમારીઓ એકમાંથી બીજામાં જાય છે અથવા સંક્રમિત હોય છે, તેનાથી રોક્યા છે, બસ અલ્લાહ જ સૃષ્ટિના દરેક કાર્યોનો વ્યવસ્થાપક છે, તે જ બીમારીઓ ઉતારે છે, અને તેને ઉઢાવે છે, કોઈ પણ કાર્ય તેની ઈચ્છા અને મરજી વગર થતું નથી. બીજું: અજ્ઞાનતના સમયે જ્યારે કોઈ સફર પર અથવા વેપાર ધંધા માટે નીકળતું, તો એક પક્ષીને ઉડાડતા, જો તે પક્ષી જમણી બાજુ ઉડીને જતું, તો ખુશ થઈ જતા અને જો તે પક્ષી ઉડીને ડાબી બાજુ જતું, તો તેને અપશુકન સમજતા અને તે સફર કરવાથી કે વેપાર કરવાથી રુકી જતા, અને પાછા ફરી જતા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) આ પ્રકારના અપશુકન લેવાથી રોક્યા છે અને જણાવ્યું કે આ પ્રકારનો અકીદો ખોટો છે. ત્રીજું: અજ્ઞાનતાના સમયના લોકો કેહતા હતા: જો ઘુવડ ઘરમાં પડે, તો તે ઘરના લોકો મુસીબતમાં સપડાઈ જશે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ આ પ્રકારના પણ અપશુકન લેવાથી પણ રોક્યા. ચોથું: અજ્ઞાનતાના સમયે લોકો સફરના મહિનાને અપશુકન અને નિરાશાજનક સમજતાં હતાં, અને તે ચાંદનો બીજો મહિનો છે, અને સફરના મહિના વિશે કહેવામાં આવ્યું છે: તે પેટમાં રહેલો એક એવો સાપ છે, જે પશુધન અને લોકોને ખંજવાળની બીમારી કરતા પણ વધુ પરેશાન કરે છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ આ અકીદાને પણ નકારી કાઢ્યો. પાંચમું: કોઢીના (રક્તપિત્તના) દર્દીઓથી એવી રીતે દૂર રહો જેવી રીતે કે તમે એક સિંહથી દૂર રહો છો, આ આદેશ એટલા માટે આપવામાં આવ્યો કે તમે પોતાને સુરક્ષિત રાખો, અને એવા કારણો અપનાવો જે અલ્લાહના આદેશ દ્વારા તે બીમારીથી સુરક્ષિત રાખે, અને કોઢ (રક્તપિત, હેન્સેન્સ રોગ) એક એવી બીમારી છે, જે શરીરના અંગોને ખતમ કરી નાખે છે.

فوائد الحديث

અલ્લાહ પાર ભરોસો રાખવો જરૂરી છે, એવી જ રીતે જાઈઝ કારણો અપનાવી શકાય છે.

અલ્લાહની તકદીર અને તેના નિર્ણય પર ઈમાન રાખવું વાજિબ છે, અને દરેક કારણો અલ્લાહના જ હાથમાં છે, તે જ તેના અસર ને લાગુ કરે છે અને તે જ રોકે છે.

રંગો સાથે જે લોકો અપશુકન લે છે, તે અયોગ્ય છે, જેમકે કાળો રંગ, એવી જ રીતે જે લોકો સંખ્યા, નામો અને લોકો દ્વારા પણ અપશુકન લે છે, તે પણ બાતેલ અને અયોગ્ય છે.

આ હદીષમાં કોઢની બીમારીવાળા વ્યક્તિથી દૂર રહેવાનું કહ્યું છે, એવી જ રીતે એવી બીમારીઓથી પણ દૂર રહેવાનું કહ્યું જે ચેપી અને સંક્રમિત હોય છે, તે એટલા માટે કે કેટલાક એવા કારણો હોય છે, જે અલ્લાહની મરજી અને ઈચ્છા પ્રમાણે થતા હોય છે, અને કારણો પોતે અસરકારક નથી હોતા, પરંતુ અલ્લાહ ઈચ્છે તો તેની શક્તિને રોકી દે અને જો ઈચ્છે તો તે અસરકારક બની જાય છે.

التصنيفات

અજ્ઞાનતાની બાબતો, દિલમાં કરવામાં આવતા અમલો