મારા પહેલા અલ્લાહ તઆલાએ જેટલા નબી મોકલ્યા, તેમના માટે તેમની કોમના હવારી (મદદ અને સહાય કરનાર) અને સાથીઓ હોતા, જેઓ…

મારા પહેલા અલ્લાહ તઆલાએ જેટલા નબી મોકલ્યા, તેમના માટે તેમની કોમના હવારી (મદદ અને સહાય કરનાર) અને સાથીઓ હોતા, જેઓ તેમની સુન્નત પર અમલ કરતા અને તેમના આદેશોનું અનુસરણ કરતા હતા

અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારા પહેલા અલ્લાહ તઆલાએ જેટલા નબી મોકલ્યા, તેમના માટે તેમની કોમના હવારી (મદદ અને સહાય કરનાર) અને સાથીઓ હોતા, જેઓ તેમની સુન્નત પર અમલ કરતા અને તેમના આદેશોનું અનુસરણ કરતા હતા, ત્યારબાદ તેમના પછી એવા દુષ્ટ લોકો પેદા થયા, જેઓ એવી વાતો કહેતા, જે પોતે નહતા કરતા, અને એવા કામ કરતા હતા જેનો તેમને આદેશ આપવામાં આવ્યો ન હતો, બસ જે વ્યક્તિ તેમની સાથે હાથ વડે જિહાદ (યુદ્ધ) કરશે, તે મોમિન છે, જે પોતાની જબાન વડે જિહાદ (યુદ્ધ) કરશે, તે મોમિન છે, જે પોતાના દિલથી જિહાદ (યુદ્ધ) કરશે તે પણ મોમિન છે, એ વગર અન્ય લોકોમાં રઇના દાણા જેટલું પણ ઇમાન નથી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પાછળની કોમમાં અલ્લાહ તઆલાએ જેટલા નબી મોકલ્યા તેમની સાથે તેમની કોમના મહાન, મદદ કરનાર અને જિહાદ (યુદ્ધ) કરનાર તેમજ સદાચારી લોકો હતા, તેમણે નબીઓ પછી શાસનની યોગ્ય જવાબદારી ઉઠાવી, તેઓ સુન્નત પર અમલ કરતા અને નબીએ આપેલ આદેશ પ્રમાણે ચાલતા હતા, આવા સદાચારી લોકો પછી એવા લોકો આવ્યા, જેમનામાં કંઈ જ ભલાઈ ન હતી, તેઓ એવી વાતો કરતા, જે પોતે અમલ નહતા કરતા અને જે વસ્તુનો આદેશ આપતા તેને તેઓ પોતે નહતા કરતા, બસ જે વ્યક્તિ તેમની સાથે હાથ વડે જિહાદ (યુદ્ધ) કરશે, તે મોમિન છે, જે પોતાની જબાન વડે જિહાદ (યુદ્ધ) કરશે, તે મોમિન છે, જે પોતાના દિલથી જિહાદ (યુદ્ધ) કરશે તે પણ મોમિન છે, તે સિવાય અન્ય લોકો રઇના દાણા જેટલું પણ ઇમાન ધરાવતા નથી.

فوائد الحديث

શરીઅત વિરુદ્ધ કામ કરતા લોકો સામે પોતાની જબાન અને પોતાના કાર્યો વડે જિહાદ (યુદ્ધ) કરવા પર પ્રોત્સાહન આપ્યું છે.

બુરાઈ જોઈ દિલમાં પણ તેના ઇન્કાર અને ખોટા હોવાનો વિચાર ન આવવો, તે કમજોર ઇમાન અથવા ઇમાન ન હોવાની દલીલ છે.

અલ્લાહ તઆલા નબીઓ માટે એવા લોકો મોકલી આપે છે, જે તેમના પછી તેમના આદેશો દુનિયાના લોકો સુધી પહોંચાડે છે.

જે વ્યક્તિ જહન્નમથી છુટકારો મેળવવા ઇચ્છતો હોય, તે નબીઓના માર્ગનું અનુસરણ કરે; કારણકે તેમના માર્ગ સિવાય અન્ય દરેક માર્ગો ગુમરાહી અને પથભ્રષ્ટતાનું કારણ બને છે.

જેમ જેમ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો યુગ તેમજ સહાબાઓનો યુગ દૂર થવા લાગશે, તેમ તેમ લોકો સુન્નતના માર્ગથી દૂર થતાં જશે, જેઓ મનેચ્છાઓનું અનુસરણ કરશે અને નવી નવી વાતો અર્થાત્ બિદઅત ઘડવા લાગશે.

જિહાદ (યુદ્ધ)ના દરજ્જાનું વર્ણન, પહેલો દરજ્જો: જેઓ તેને હાથ વડે બદલવાની શક્તિ ધરાવે, જેમ કે જવાબદાર, શાસકો અને આગેવાનો, બીજો દરજ્જો: જેઓ પોતાની જબાન વડે રોકી શકતા હોય જેમકે સાચી વાત બયાન કરી, અને સાચા માર્ગ તરફ લોકોને બોલાવી, અને ત્રીજો દરજ્જો: દિલ વડે જેમકે બુરાઈનો ઇન્કાર કરી, તેને નાપસંદ કરવું અને તેનાથી રાજી ન થવું.

ભલાઈનો આદેશ આપવો અને બુરાઈથી રોકવું જરૂરી છે.

التصنيفات

ઈમાનનું વધવું અને તેની ઘટવું, જિહાદના પ્રકાર