જે વ્યક્તિના ડગલાં અલ્લાહના માર્ગમાં ધૂળવાળા થઈ જાય, તો તેને જહન્નમની આગ સ્પર્શ નહીં કરી શકે

જે વ્યક્તિના ડગલાં અલ્લાહના માર્ગમાં ધૂળવાળા થઈ જાય, તો તેને જહન્નમની આગ સ્પર્શ નહીં કરી શકે

અબૂ અબ્સ અબ્દુર રહમાન બિન જબ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિના ડગલાં અલ્લાહના માર્ગમાં ધૂળવાળા થઈ જાય, તો તેને જહન્નમની આગ સ્પર્શ નહીં કરી શકે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખુશખબર આપી કે જે વયક્તિના ડગલાં પણ અલ્લાહના માર્ગમાં ધૂળવાળા થઈ જાય તો તેને જહન્નમની આગ સ્પર્શ નહીં કરી શકે.

فوائد الحديث

આ હદીષમાં અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરનાર લોકો માટે જહન્નમની આગથી નજાતની ખુશખબર આપવામાં આવી છે.

આ હદીષમાં બંને પગનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જો કે ધૂળ સંપૂર્ણ શરીરમાં ઊડે છે; કારણકે તે સમયે વધુ પ્રમાણમાં યોદ્ધાઓ પગપાળા ચાલતા હતા, અને તેમના પગ ધૂળથી બદલાઈ જતા હતા.

ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: ફક્ત પગમાં ધૂળ સ્પર્શ થવાના કારણે જન્નતમાંથી છુટકારો મળી શકે છે, તો તે વ્યક્તિ માટે શું શું હશે જે મહેનત કરે છે, અને તે પોતાની કોશિશમાં દરેક વસ્તુ ખતમ કરી દે છે.

التصنيفات

જિહાદની મહ્ત્વતા