આપ ﷺ રમઝાનના છેલ્લા અશરામાં એઅતિકાફ કરતા હતા, અહીં સુધી કે અલ્લાહએ આપને મૃત્યુ આપ્યું, ત્યારબાદ આપ …

આપ ﷺ રમઝાનના છેલ્લા અશરામાં એઅતિકાફ કરતા હતા, અહીં સુધી કે અલ્લાહએ આપને મૃત્યુ આપ્યું, ત્યારબાદ આપ ﷺની પત્નીઓ પણ એઅતિકાફ કરતી હતી

નબી ﷺની પત્ની ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: આપ ﷺ રમઝાનના છેલ્લા અશરામાં એઅતિકાફ કરતા હતા, અહીં સુધી કે અલ્લાહએ આપને મૃત્યુ આપ્યું, ત્યારબાદ આપ ﷺની પત્નીઓ પણ એઅતિકાફ કરતી હતી.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા જણાવી રહ્યા છે કે આપ ﷺ રમઝાનના છેલ્લા અશરામાં જરૂર એઅતિકાફમાં બેસતા હતા, લૈલતુલ્ કદર પ્રાપ્ત કરવા માટે, આ અમલ સતત કરતા રહ્યા, જ્યાં સુધી અલ્લાહએ આપ ﷺને મૃત્યુ ન આપી દીધું, ત્યારબાદ આ રીતે આપ ﷺની પત્નીઓ પણ જરૂર એઅતિકાફ કરતી હતી.

فوائد الحديث

મસ્જિદોમાં એઅતિકાફ કરવાની પરવાનગી, સ્ત્રી પણ કરી શકે છે જો શરીઅતે વર્ણવેલ નિયમોનું પાલન થતું હોય, તેમજ ફિતનાથી સુરક્ષિત રહેવાની શરત પર.

રમઝાનના છેલ્લા દસ દિવસોમાં એઅતિકાફની તાકીદ કરવામાં આવી છે; કારણકે આ અમલ આપ ﷺ પાબંદી સાથે કરતા હતા.

એઅતિકાફ હમેંશા ચાલતી એક સુન્નત છે, જે ક્યારેય છોડવામાં ન આવે, જેવું કે આપ

ﷺ પછી આપ ﷺની પવિત્ર પત્નીઓએ પણ એઅતિકાફ કર્યો.

التصنيفات

એઅતિકાફ