કોઈ પણ મુસલમાનના પ્રાણ ફક્ત ત્રણ કારણો થી હલાલ થાય છે

કોઈ પણ મુસલમાનના પ્રાણ ફક્ત ત્રણ કારણો થી હલાલ થાય છે

ઈબ્ને મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કોઈ પણ મુસલમાનના પ્રાણ ફક્ત ત્રણ કારણો થી હલાલ થાય છે: પહેલો: તે પરિણીત વ્યક્તિ જે વ્યભિચાર કરે, બીજો: જીવના બદલામાં જીવ લેવો, ત્રીજો: તે વ્યક્તિ જે પોતાનો ધર્મ (ઇસ્લામ) છોડી મુસ્લિમ સમુદાયથી અલગ થઇ જાય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે મુસલમાનના પ્રાણ લેવા હરામ છે, સિવાય કે જો તે ત્રણ કાર્યો માંથી કોઈ એક કાર્ય કરે: પહેલું: તે વ્યક્તિ જે વ્યભિચાર કરે અને તેના લગ્ન યોગ્ય રીતે થયા હોય, તો તેને પથ્થર મારી સંગસાર કરવો માન્ય છે. બીજું: તેણે જાણી જોઈને અન્યાયી રીતે કોઈ નિર્દોષનું કતલ કર્યું હોય, તો આ પ્રકારના વ્યક્તિને કેટલીક શરતો સાથે કતલ કરવામાં આવશે. ત્રીજું: જે મુસલમાનના સમુદાયથી અલગ થઈ ગયો હોય, ભલે ને તે સંપૂર્ણ રીતે ઇસ્લામ માંથી નીકળી જાય અથવા અમુક એવા કાર્યો કરે, જેનાથી તે સમુદાયથી અલગ થઈ ગયો હોય, જેવું કે વિદ્રોહ કરે, રસ્તામાં લુંટફાટ કરે અને મુસલમાનો સાથે યુદ્ધ કરવા લાગે વગેરે.

فوائد الحديث

આ ત્રણેય કામોને કરવા હરામ છે, જે કોઈ આ ત્રણેય માંથી કોઈ એક કામ કરશે તો તે કતલનો હકદાર બનશે, કતલનો હકદાર કુફ્રના કારણે, અથવા ઇસ્લામથી ફરી જવાના કારણે, અથવા શરીઅતે વર્ણવેલ હદ લાગુ થશે, જેવું કે લગ્ન કરેલ વ્યાભિચારી, જાણી જોઈને કોઈનું કતલ કરનાર.

માન સન્માનની સુરક્ષા કરવી અને તેને પવિત્ર રાખવી જરૂરી છે.

મુસલમાનનું માન સન્માન કરવું જરૂરી છે, અને તેનું રક્ત (પ્રાણ લેવા) નિર્દોષ છે.

મુસલમાનનોના સમુદાય સાથે જોડાયેલું રહેવું અને તેનાથી અલગ ન થવા પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શિક્ષણ આપવાનો તરીકો ખૂબ જ સરળ અને સુંદર હતો, ક્યારેક આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની વાત વિભાગોમાં વિભાજીત કરી વર્ણન કરતા હતા; કારણ કે વિભાજન મુદ્દાઓને સંકુચિત કરે છે અને તેમને એક સાથે લાવે છે, અને યાદ રાખવાનું સરળ બને છે.

ગુનેગારોને રોકવા અને સમાજને ગુનાહોથી બચાવવા માટે અલ્લાહએ નિર્ધારિત સજાઓ નક્કી કરી છે.

આ હુદુદ (નક્કી કરેલ સીમાઓ) લાગુ કરવાની જવાબદારી હોદ્દેદારોની છે.

હત્યાના ત્રણ કરતાં વધુ કારણો છે, પરંતુ તે આ ત્રણથી વધુ નથી. ઇબ્ને અલ્ અરબી માલિકીએ કહ્યું: તે કોઈ પણ સંજોગોમાં આ ત્રણથી વધારે નથી; કારણકે કે જે કોઈ જાદુ કરે છે અથવા અલ્લાહના પયગંબર પર શાપ આપે છે, તે કાફિર છે અને તે એવા લોકોમાં શામેલ છે, જેઓ પોતાનો ધર્મ છોડી દે છે.

التصنيفات

હદ લાગુ કરવા માટેના આદેશો