યહૂદી અને નસ્રાની લોકોને સલામ કરવામાં પહેલ ન કરો અને જ્યારે તે બન્ને માંથી કોઈ રસ્તામાં તમારી સામસામે થઈ જાય તો…

યહૂદી અને નસ્રાની લોકોને સલામ કરવામાં પહેલ ન કરો અને જ્યારે તે બન્ને માંથી કોઈ રસ્તામાં તમારી સામસામે થઈ જાય તો તમે તેને તંગ રસ્તા તરફ ચાલવા પર મજબુર કરી દો

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «યહૂદી અને નસ્રાની લોકોને સલામ કરવામાં પહેલ ન કરો અને જ્યારે તે બન્ને માંથી કોઈ રસ્તામાં તમારી સામસામે થઈ જાય તો તમે તેને તંગ રસ્તા તરફ ચાલવા પર મજબુર કરી દો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ યહૂદી અને નસ્રાની લોકોને સલામ કરવામાં પહેલ કરવાથી રોક્યા છે, ભલે તેઓ ઝીમ્મી એટલે કે મુસલમાન દેશમાં આઝાદ રહેતા હોય, તેમના સિવાય કાફિરોને છોડી દો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્પષ્ટ કર્યું કે જો તમને તેઓ કોઈ રસ્તા વચ્ચે મળે, તો તેમને તંગ માર્ગ તરફ ચાલવા પર મજબુર કરી દો, બસ મુઅમિન માર્ગની વચ્ચે ચાલતો હોય છે અને કાફિર માર્ગના કિનારે, મુસલમાનનું કોઈ પણ સ્થિતિમાં અપમાન થવું ન જોઈએ.

فوائد الحديث

એક મુસલમાન માટે યહૂદી, નસ્રાની તેમજ કાફિરો માંથી અન્ય લોકો માટે સલામ કરવામાં પહેલ કરવાની જરૂર નથી.

જો તેમના તરફથી સલામની શરૂઆત કરવામાં આવે તો તેમના સલામનો જવાબ આપવો જાઈઝ છે, અને તેમના સલામના જવાબમાં ફક્ત વઅલયકુમ જ કહેવામાં આવશે.

એક મુસલમાન માટે જાઈઝ નથી કે તે જાણી જોઈને કોઈ કાફિરને પરેશાન કરે, રસ્તા પર ચાલતા જાણી જોઈને તેને તંગ રસ્તા તરફ મજબુર કરે, પરંતુ જો રસ્તો જ તંગ હોય અથવા ભીડભાડ હોય તો પછી એક મુસલમાન કાફિર કરતા વધારે હક ધરાવે છે, અને કાફિરને કિનારા પર કરી દેવામાં આવશે.

અત્યાચાર અને જુલમ વગર મુસલમાનોની ઇઝ્ઝત અને અન્ય લોકોનું અપમાન જાહેર કરવું.

કાફિરોને અલ્લાહ સાથે કુફ્ર કરવાના કારણે તેમને તંગ કરવા, ઇસ્લામ સ્વીકાર કરવાના કારણે હોઈ શકે છે, અને તેઓ જહન્નમથી છુટકારો મળે, જો તેમને આ કારણની જાણ થઈ જાય.

એક મુસલમાન વ્યક્તિનું એક કાફિરને આ શબ્દો કહેતા શરૂઆત કરવામાં કંઈ વાંધો નથી કે તમે સવાર કેવી કરી, સાંજ કેવી કરી? આ પ્રમાણેના શબ્દ, જે જરૂરત પુરી કરતા હોય, ફક્ત સલામથી શરૂઆત કરવામાં રોક લગાવી છે.

ઈમામ તીબી રહિમહુલ્લાહએ કહ્યું: યોગ્ય વાત એ છે કે બિદઅતી વ્યક્તિને પણ સલામ કરવામાં શરૂઆત ન કરવી જોઈએ, જો કોઈ એવા વ્યક્તિને સલામ કરવામાં આવે જેના વિશે જાણતા ન હોય અને પછી તે ઝીમ્મી અથવા બિદઅતી નીકળે તો તેને કહેવામાં આવે કે હું મારો સલામ પાછું લઉં છું, અપમાન કરવા ખાતર.

التصنيفات

સલામ તેમજ પરવાનગી લેવાના આદાબ