જે જુમ્માની નમાઝ પઢવા માટે આવે તેણે સારી રીતે ગુસલ કરી આવવું જોઈએ

જે જુમ્માની નમાઝ પઢવા માટે આવે તેણે સારી રીતે ગુસલ કરી આવવું જોઈએ

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «જે જુમ્માની નમાઝ પઢવા માટે આવે તેણે સારી રીતે ગુસલ કરી આવવું જોઈએ».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તાકીદ કરી રહ્યા છે કે જે વ્યક્તિ જુમ્માની નમાઝ માટે આવે તો તેણે સારી રીતે ગુસલ કરવું જોઈએ કારણકે તે મુસ્તહબ અમલ છે, જે પ્રમાણે જનાબતનું ગુસલ કરો છો, તે પ્રમાણે ગુસલ (સ્નાન) કરવું.

فوائد الحديث

જુમ્માના દિવસે ગુસલ કરવાની તાકીદ, અને એ કે જુમ્માના દિવસે ગુસલ કરવું સુન્નત છે અને નમાઝ માટે જવું શ્રેષ્ઠ અમલ છે.

સ્વચ્છતા અને ખુશ્બૂ બન્ને મુસલમાનના અદબ અને અખ્લાક માંથી છે, લોકો સાથે મુલાકાત કરતી વખતે તેમજ મજલીસમાં આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, ખાસ કરીને ઈબાદત માટે જ્યારે નમાઝમાં ભેગા થાય ત્યારે.

આ હદીષમાં તે લોકોને સંબોધિત કર્યા છે જેમના પર જુમ્મા ફર્ઝ છે; કારણકે તેમનું નમાઝ માટે આવવું અનિવાર્ય છે.

શુક્રવારના દિવસે આવનાર વ્યક્તિ માટે પાક રહેવા પર જોર આપવામાં આવ્યું છે, તેથી તેણે જ્યાં સુધી તેના શરીરમાંથી દુર્ગંધ દૂર ન થઈ જાય ત્યાં સુધી સ્નાન કરવું જોઈએ અને ખુશ્બુ લગાવવી જોઈએ, અને જો તે માત્ર વઝૂ કરે તો તે પણ પૂરતું છે.

التصنيفات

ગુસલ (સ્નાન), જુમ્મા (શુક્રવાર)ની નમાઝ