જે વ્યક્તિ સવાર સાંજ મસ્જિદ તરફ જાય, તો અલ્લાહ તઆલા તેના માટે જન્નતમાં મહેમાન નવાજી તૈયાર કરે છે, જ્યારે પણ સવાર…

જે વ્યક્તિ સવાર સાંજ મસ્જિદ તરફ જાય, તો અલ્લાહ તઆલા તેના માટે જન્નતમાં મહેમાન નવાજી તૈયાર કરે છે, જ્યારે પણ સવાર સાંજ તે મસ્જિદ જતો હોય છે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ સવાર સાંજ મસ્જિદ તરફ જાય, તો અલ્લાહ તઆલા તેના માટે જન્નતમાં મહેમાન નવાજી તૈયાર કરે છે, જ્યારે પણ સવાર સાંજ તે મસ્જિદ જતો હોય છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે વ્યક્તિને ખુશખબર આપી છે, જે સવાર સાંજ ઈબાદતના અથવા ઇલ્મ પ્રાપ્ત કરવા તેમજ કોઈ પણ ભલાઈના હેતુથી મસ્જિદમાં ગમે તે સમયે આવે, સવાર હોય કે સાંજ હોય, અલ્લાહ તઆલાએ તેના માટે જન્નતમાં જગ્યા અને તેની મહેમાન નવાજી તૈયાર કરી રાખી છે, દિવસ દરમિયાન અથવા રાત દરમિયાન જ્યારે જ્યારે તે મસ્જિદમાં આવશે.

فوائد الحديث

મસ્જિદ તરફ આવવાની મહત્ત્વતા, નમાઝને જમાઅત સાથે પઢવા માટે પ્રોત્સાહિત કર્યા છે, મસ્જિદોથી દૂર રહીને વ્યક્તિ કેટલા સવાબોથી વચિંત રહે છે, ભલાઈ, કૃપા, સવાબ અને મહેમાન નવાજી જેવા સવાબથી, જેનું વચન અલ્લાહ તઆલાએ પોતાના ઘર તરફ આવનાર વ્યક્તિ માટે આપ્યું છે.

જ્યારે કોઈ તમારા ઘરે આવે તો તમે તેમની કેટલી ઇઝ્ઝત કરતા હોવ છો અને તેમના માટે ખાવાનું તૈયાર કરતા હોવ છો, તો અલ્લાહ તઆલા જે દરેક કરતા વધુ ઉપકાર અને કૃપા કરનાર છે, તો કોઈ વ્યક્તિ તેના ઘર તરફ જશે તો તેની ખૂબ ઇઝ્ઝત કરવામાં આવશે અને તેના માટે ભવ્ય દસ્તખાન તૈયાર કરવામાં આવશે.

મસ્જિદ તરફ જવાની ખુશી અને ઉલ્લાસ; કારણકે જ્યારે પણ સવાર હોય કે સાંજ હોય, જો તે મસ્જિદ તરફ જશે તો તેના માટે મહેમાન નવાજી તૈયાર કરવામાં આવી હશે.

التصنيفات

જમાઅત સાથે નમાઝ પઢવાની મહ્ત્વતા અને તેનો આદેશ