તે દરેક વ્યક્તિ, જે ફર્ઝ નમાઝ પછી તેત્રીસ વખત તસ્બીહ (સુબ્હાનલ્લાહ), તેત્રીસ વખત તહ્મીદ (અલ્ હમ્દુ લિલ્લાહ) અને…

તે દરેક વ્યક્તિ, જે ફર્ઝ નમાઝ પછી તેત્રીસ વખત તસ્બીહ (સુબ્હાનલ્લાહ), તેત્રીસ વખત તહ્મીદ (અલ્ હમ્દુ લિલ્લાહ) અને ચોત્રીસ વખત તકબીર (અલ્લાહુ અકબર) કહે - અથવા તેના પર અમલ કરે - તે કદાપિ અસફળ કે નિષ્ફળ નથી થતો

કઅબ બિન ઉજરહ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તે દરેક વ્યક્તિ, જે ફર્ઝ નમાઝ પછી તેત્રીસ વખત તસ્બીહ (સુબ્હાનલ્લાહ), તેત્રીસ વખત તહ્મીદ (અલ્ હમ્દુ લિલ્લાહ) અને ચોત્રીસ વખત તકબીર (અલ્લાહુ અકબર) કહે - અથવા તેના પર અમલ કરે - તે કદાપિ અસફળ કે નિષ્ફળ નથી થતો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ એવા અઝકાર (દુઆઓ) જણાવ્યા કે તેને પઢનાર કદાપિ અસફળ નથી થતો, પરંતુ તેને તેનો સવાબ જરૂર મળશે, જે એક પછી એક પછી કહેવામાં આવે છે, અને તેને દરેક ફર્ઝ નમાઝ કહેવામાં આવે છે, તે નીચે પ્રમાણે છે: "સુબ્હાનલ્લાહ" (અલ્લાહ દરેક પ્રકારની ખામીઓથી પાક છે) તેત્રીસ વખત, અર્થાત્: અલ્લાહને દરેક પ્રકારની ખામીઓથી પવિત્ર કરવો. અને "અલ્ હમ્દુ લિલ્લાહ" (દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે જ છે), તેત્રીસ વખત, અને તેનો અર્થ એ કે અલ્લાહ તઆલાને દરેક પ્રકારની મોહબ્બત અને સન્માન અને મહાનતા પ્રમાણે સંપૂર્ણ જણાવવો. અને "અલ્લાહુ અકબર" (અલ્લાહ સૌથી મોટો છે), ચોત્રીસ વખત, જેનો અર્થ થાય છે કે અલ્લાહ દરેક વસ્તુઓથી મોટો, ઉચ્ચ અને સર્વ શ્રેષ્ઠ છે.

فوائد الحديث

આ હદીષમાં તસ્બીહ (સુબ્હાનલ્લાહ), તહ્મીદ (અલ્ હુમ્દુ લિલ્લાહ) અને તકબીર (અલ્લાહુ અકબર) કહેવાની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે, અને તે બાકી રહેવવાળા સત્કાર્યો માંથી છે.

التصنيفات

નમાઝના ઝિકર, અલ્લાહનો ઝિકર કરવાના ફાયદા