?જે વ્યક્તિ સારી રીતે વુઝૂ કરે, તો તેના શરીર માંથી ગુનાહ નીકળી જાય છે, અહીં સુધી કે બન્ને નખની નીચેથી પણ નીકળી જાય છે

?જે વ્યક્તિ સારી રીતે વુઝૂ કરે, તો તેના શરીર માંથી ગુનાહ નીકળી જાય છે, અહીં સુધી કે બન્ને નખની નીચેથી પણ નીકળી જાય છે

ઉષ્માન બિન અફ્ફાન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ સારી રીતે વુઝૂ કરે, તો તેના શરીર માંથી ગુનાહ નીકળી જાય છે, અહીં સુધી કે બન્ને નખની નીચેથી પણ નીકળી જાય છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ વુઝૂની સુન્નતો અને અદબોનો ખ્યાલ કરતા વુઝૂ કરે તો તે ગુનોહ માફ થવાના સ્ત્રોત માંથી છે, અહીં સુધી કે હાથ અને પગના નખ નીચેથી પણ નીકળી જાય છે.

فوائد الحديث

વુઝૂ, તેના અદબ અને સુન્નતો વિશે જ્ઞાન પ્રાપ્ત કરવા પર તાકીદ કરી છે અને તે પ્રમાણે અમલ કરવો જોઈએ.

વુઝૂની મહત્ત્વતા, અને એ કે વુઝૂ નાના ગુનાહ માફ કરવાનું કારણ બને છે, અને મોટા ગુનાહ, તો તેના માટે તૌબા કરવી જરૂરી છે.

ગુનાહ માફ થવાની શરતો માંથી એક શરત કે વુઝૂ સંપૂર્ણ થવું જોઈએ અને એક પણ જગ્યાએ ખાલી રહેવી ન જોઈએ, જેવું કે નબી ﷺ એ જણાવ્યું.

આ હદીષમાં ગુનાહોનો કફ્ફારો (માફી) ની વાત કબીરહ ગુનાહોથી બચતા અને તૌબા કરવા સાથે જોડાયેલી છે, અલ્લાહ તઆલાએ કહ્યું: (જે કબીરહ (મોટા) ગુનાહથી બચવાનો આદેશ આપવામાં આવ્યો છે, તેનાથી જો તમે બચશો તો અમે તમારા નાના ગુનાહોને દૂર કરી દઇશું) [અન્ નિસા: ૩૧].

التصنيفات

વુઝુની મહ્ત્વતા