નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દરેક તીક્ષ્ણ દાંતવાળા જાનવર અને ધારદાર નખ વડે (શિકાર કરવાવાળા) પક્ષીઓનું (માસ…

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દરેક તીક્ષ્ણ દાંતવાળા જાનવર અને ધારદાર નખ વડે (શિકાર કરવાવાળા) પક્ષીઓનું (માસ ખાવાથી) રોક્યા છે

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દરેક તીક્ષ્ણ દાંતવાળા જાનવર અને ધારદાર નખ વડે (શિકાર કરવાવાળા) પક્ષીઓનું (માસ ખાવાથી) રોક્યા છે.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દરેક જંગલી જાનવર કે ઢોર જે પોતાના ધારદાર દાંત વડે શિકાર કરતા હોય, તેનું માસ ખાવાથી રોક્યા છે, તેમજ તે દરેક પક્ષીઓનું માસ ખાવાથી રોક્યા છે, જે પોતાના પંજા અથવા નખ વડે પકડી શિકાર કરતાં હોય.

فوائد الحديث

ઇસ્લામે દરેક પાકસાફ જેવી વસ્તુઓને ખાવાપીવા અને અપનાવવા પર ઉભાર્યા છે.

ખાવા બાબતે મૂળ કાયદો હલાલનો છે, ફક્ત તે વસ્તુઓ નથી ખાઈ શકતા, જેને ખાવાથી રોક્યા હોય, અને જેની દલીલ મળી આવતી હોય.

التصنيفات

પક્ષી પંખીઓના શુ હલાલ છે અને શું હરામ છે તે બાબતેની જાણકારી