આપ ﷺ એ કોઈ વાતનું કર્યું, અને કહ્યું: «આ ત્યારે થશે, જ્યારે ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે

આપ ﷺ એ કોઈ વાતનું કર્યું, અને કહ્યું: «આ ત્યારે થશે, જ્યારે ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે

ઝિયાદ બિન લબીદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: આપ ﷺ એ કોઈ વાતનું કર્યું, અને કહ્યું: «આ ત્યારે થશે, જ્યારે ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે» મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ, ઇલ્મ કંઈ રીતે ઉઠાવી લેવામાં આવશે, જ્યારે કે અમે કુરઆન પઢીએ છીએ, અમારા બાળકો કુરઆન પઢે છે, અને કયામત સુધી તેમના બાળકોના પણ બાળકો કુરઆન પઢતા રહેશે? આપ ﷺ એ કહ્યું કે «હે ઝિયાદ તમને તમારી માતા ગુમ કરે, હું તો તમને મદીના શહેરનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ સમજતો હતો, શું આ યહૂદી અને નસ્રાની લોકો તૌરાત અને ઈંજિલ નથી પઢતા, પરંતુ તે લોકો તેના પ્રમાણે અમલ નથી કરતા?!».

[સહીહ લિગયરિહી] [આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ ﷺ સહાબા વચ્ચે બેઠા હતા, અને કહ્યું: તે સમયની વાત છે જ્યારે ઇલ્મ ઉઠાવી અને છીનવી લેવામાં આવશે, ઝિયાદ બિન લબીદ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ ને આશ્ચર્ય થયું, અને તેમણે આપ ﷺ ને સવાલ કર્યો, તેમણે કહ્યું: કેવી રીતે ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે અને ઇલ્મ નષ્ટ થઈ જશે? ! જ્યારે કે અમે કુરઆન પઢીએ છીએ અને યાદ પણ કરીએ છીએ; અલ્લાહની કસમ અમે જરૂર તેને પઢીએ છીએ, અમારા ઘરની સ્ત્રીઓ પઢે છે, અમારા બાળકો પઢે છે, અમારા બાળકોના બાળકો પઢે છે, આપ ﷺ એ આશ્ચર્યથી કહ્યું: તમારી માતા તમને ગુમ કરે હે ઝિયાદ !: હું તો તમને મદીનાના જાણકાર લોકો માંથી સમજતો હતો! પછી આપ ﷺ એ સ્પષ્ટતા કરી: ઇલ્મનું વ્યર્થ થવાનો મતલબ એ નથી કે કુરઆન વ્યર્થ થઈ જશે અથવા કે ખોવાઈ જશે; પરંતુ તેનો મતલબ એ કે અમલ વ્યર્થ થઈ જશે, જેના કારણે ઇલ્મ પણ ખોવાઈ જશે, એવી જ રીતે તૌરાત અને ઈંજિલ યહૂદી અને નસરાની પાસે હતી; તેઓએ તે બંને આકાશીય પુસ્તકો માંથી ફાયદો ન ઉઠાવ્યો, તેમજ તેનો જે હેતુ હતો તેનાથી પણ ફાયદો ન ઉઠાવ્યો, અને તેના ઇલ્મ પ્રમાણે અમલ ન કર્યો!

فوائد الحديث

લોકોના હાથમાં પુસ્તક હોવી જરૂરી નથી કે તેમને ફાયદો પહોંચાડે, પરંતુ તેમને ફાયદો ત્યારે જ થશે જ્યાં સુધી તેના પ્રમાણે અમલ કરવામાં ન આવે.

ઇલ્મ ઉઠાવી લેવાના ઘણા તરીકા હોય છે, જેમાંથી: આપ ﷺ નું મૃત્યુ, આલિમોનું મૃત્યુ, અને ઇલ્મ પ્રમાણે અમલ ન કરવું.

કયામતની નિશાનીઓ માંથી છે કે ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે, અને લોકો તેના પર અમલ કરવાનું છોડી દે શે.

આ હદીષમાં ઇલ્મ પ્રમાણે અમલ કરવા પ્રત્યે પ્રોત્સાહન આપ્યું છે, કારણકે સાચો હેતુ તે જ છે.

التصنيفات

બરઝખી જીવન, Merit and Significance of Knowledge