આપ ﷺ કુરઆન મજીદમાં સુરતનો અંત નક્કી નહતા કરી શકતા જ્યાં સુધી {બિસ્મિલ્લાહિર્ રહમાનીર્ રહીમ} ન ઉતરી જાય

આપ ﷺ કુરઆન મજીદમાં સુરતનો અંત નક્કી નહતા કરી શકતા જ્યાં સુધી {બિસ્મિલ્લાહિર્ રહમાનીર્ રહીમ} ન ઉતરી જાય

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: આપ ﷺ કુરઆન મજીદમાં સુરતનો અંત નક્કી નહતા કરી શકતા જ્યાં સુધી {બિસ્મિલ્લાહિર્ રહમાનીર્ રહીમ} ન ઉતરી જાય.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા જણાવી રહ્યા છે કે કુરઆન મજીદની સૂરતો આપ ﷺ પર ઉતરતી હતી, પરંતુ આપ ﷺ તેની શરૂઆત અને તેનો અંત નક્કી નહતા કરી શકતા, અહીં સુધી કે "બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ" ઉતરી ન જાય, જ્યારે બિસ્મિલ્લાહિર્... ઉતરતું તો આપ ﷺ ને ખ્યાલ આવી જતો કે હા, હવે પાછળની સૂરત પૂર્ણ થઈ છે, અને હવે નવી સુરતની શરૂઆત થશે.

فوائد الحديث

બિસ્મિલ્લાહ બે સૂરતોને અલગ કરવા માટે છે, અર્થાત્ શરૂ અને અંત નક્કી કરવા માટે, હા સૂરે અનફાલ અને સૂરે તૌબાને છોડીને.

التصنيفات

કુરઆનનું ઊતરવું અને તેને એકઠું કરવું, કુરઆનને ભેગી કરવું, Stops and Starts