નબી ﷺ દરેક નમાઝ વખત નવું વઝૂ કરતા હતા

નબી ﷺ દરેક નમાઝ વખત નવું વઝૂ કરતા હતા

અમ્ર બિન આમિર રઝી અલ્લાહુ અન્હુ અનસ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺ દરેક નમાઝ વખત નવું વઝૂ કરતા હતા, મેં કહ્યું કે તમે કંઈ રીતે કરતા હતા? અમારા માંથી દરેકને તેનું વુઝૂ તેના માટે પૂરતું હોતું જ્યાં સુધી કોઈ વુઝૂ તોડવાવાળી વસ્તુ ન બને.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ દરેક ફર્ઝ નમાઝ માટે વઝુ કરતા હતા, ભલેને તેમનું વઝૂ બાતેલ એટલે કે તૂટ્યું ન હોય, અને સવાબ અને બદલાની ઈચ્છા માટે કરતા હતા. કોઈ વ્યક્તિ એક જ વુઝૂ દ્વારા જો તેનું વઝૂ સુરક્ષિત હોય તો એકથી વધારે ફર્ઝ નમાઝ પઢી શકે છે.

فوائد الحديث

નબી ﷺ સામાન્ય રીતે દરેક ફર્ઝ નમાઝ માટે વઝૂ કરતા હતા; સપૂર્ણતા માટે.

દરેક નમાઝ વખતે નવું વઝૂ કરી શકાય છે.

એક વઝૂ વડે એકથી વધુ નમાઝ પઢવી જાઈઝ છે.

التصنيفات

વુઝુની મહ્ત્વતા