હું ઇસ્લામ કબૂલ કરવાના ઈરાદાથી નબી ﷺ પાસે આવ્યો, તો નબી ﷺ એ મને પાણી અને બોરીના પાંદડા વડે સ્નાન કરવાનો આદેશ આપ્યો

હું ઇસ્લામ કબૂલ કરવાના ઈરાદાથી નબી ﷺ પાસે આવ્યો, તો નબી ﷺ એ મને પાણી અને બોરીના પાંદડા વડે સ્નાન કરવાનો આદેશ આપ્યો

કૈસ બિન આસિમ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: હું ઇસ્લામ કબૂલ કરવાના ઈરાદાથી નબી ﷺ પાસે આવ્યો, તો નબી ﷺ એ મને પાણી અને બોરીના પાંદડા વડે સ્નાન કરવાનો આદેશ આપ્યો.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

કૈસ બિન આસિમ ઇસ્લામ કબૂલ કરવાના હેતુથી નબી પાસે આવ્યા, તો નબી ﷺ એ તેમને પાણી વડે અને બોરીમાં પાંદડા વડે સ્નાન કરવાનો આદેશ આપ્યો; કારણકે તેના પાંદડા સફાઈ માટે વપરાય છે અને તેમાંથી સુંગધ પણ આવતી હોય છે.

فوائد الحديث

કાફિર ઇસ્લામ કબૂલ કરે તો તેને સૌ પ્રથમ સ્નાન કરવું પડશે.

ઇસ્લામનું મહ્ત્વ તેમજ તેની સાથે રૂહ અને શરીર બંનેની ચિંતા.

શુદ્ધ વસ્તુઓ પાણી સાથે ભેળવવાથી પાણીમાં શુદ્ધતા ખતમ નથી થતી.

બોરીના પાંદડાની જગ્યાએ આધુનિક ડિટર્જન્ટન સામગ્રીઓનો ઉપયોગ કરી શકાય છે, જેમ કે સાબુ અને તેની જેવી કેટલીક વસ્તુઓ.

التصنيفات

ગુસલ વાજિબ કરવાના મૂળ કારણો