જે વ્યક્તિ અલ્લાહ માટે મસ્જિદ બનાવે તેના માટે અલ્લાહ તેના જેવું જ જન્નતમાં એક ઘર બનાવે છે

જે વ્યક્તિ અલ્લાહ માટે મસ્જિદ બનાવે તેના માટે અલ્લાહ તેના જેવું જ જન્નતમાં એક ઘર બનાવે છે

મહમૂદ બિન લબીદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ મસ્જિદે નબવીમાં (રીનોવેશન) કરવાનો વિચાર કર્યો તો લોકો તેને નાપસંદ કરવા લાગ્યા, અને લોકો ઇચ્છતા હતા કે જે સ્થિતિમાં મસ્જિદ છે, તે જ સ્થિતિમાં તેને છોડી દો, આ વાત પર ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા છે: «જે વ્યક્તિ અલ્લાહ માટે મસ્જિદ બનાવે તેના માટે અલ્લાહ તેના જેવું જ જન્નતમાં એક ઘર બનાવે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

ઉષ્માન બિન અફ્ફાન રઝી અલ્લાહુ અન્હુ એ મસ્જિદે નબવીમાં રીનોવેશન કરાવવાનો ઈરાદો કર્યો કે પહેલા કરતા મસ્જિદ થોડીક સુંદર બની જાય, તો લોકો આ વાત નાપસંદ કરવા લાગ્યા; કારણકે જે ઇમારત નબી ﷺ ના સમયમાં હતી, તે ઇમારત બદલાઈ જશે, મસ્જિદ માટીથી બનાવવામાં આવી હતી અને તેનો સ્લેપ પાંદડાના હતો, તો ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ એ મસ્જિદને ઈંટો અને પલાસ્ટરની બનાવવાનો ઈરાદો કર્યો, ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ એ લોકોને જણાવ્યું કે તેમણે નબી ﷺ દ્વારા સાંભળ્યું છે કે જે વ્યક્તિ ફક્ત અલ્લાહ માટે મસ્જિદ બનાવશે, નામચીન થવા માટે તેમજ દેખાડો કરવા માટે નહીં, તો અલ્લાહ તઆલા પણ તેના અમલ જેટલો તેને બદલો આપશે એ રીતે કે જન્નતમાં અલ્લાહ તેના જેવી જ ઇમારત બનાવી આપશે.

فوائد الحديث

આ હદીષમાં મસ્જિદ બનાવવા પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને તેની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે.

મસ્જિદનું રીનોવેશન કરી તેને મોટી કરવી તે મસ્જિદ બનાવવી જ ગણાશે.

દરેક અમલમાં ફક્ત ઇખલાસનું મહત્વ.

التصنيفات

મસ્જિદ માટે કેટલાક આદેશો