إعدادات العرض
તમારો શું વિચાર છે કે હું ફરજ નમાઝ પઢું, અર્થાત્ પાંચ વખતની નમાઝ પઢું અને ફક્ત રમજાનના રોઝા રાખું, હલાલને હલાલ…
તમારો શું વિચાર છે કે હું ફરજ નમાઝ પઢું, અર્થાત્ પાંચ વખતની નમાઝ પઢું અને ફક્ત રમજાનના રોઝા રાખું, હલાલને હલાલ સમજું અને હરામને હરામ સમજું
અબૂ અબ્દુલ્લાહ જાબિર બિન્ અબ્દુલ્લાહ અન્સારી રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: એક વ્યક્તિએ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો: તમારો શું વિચાર છે કે હું ફરજ નમાઝ પઢું, અર્થાત્ પાંચ વખતની નમાઝ પઢું અને ફક્ત રમજાનના રોઝા રાખું, હલાલને હલાલ સમજું અને હરામને હરામ સમજું, અને તેનાથી વધારે કઈં પણ ન કરું, તો શું આ તરીકો મારા માટે જન્નતમાં દાખલ થવા માટે પૂરતું છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હાં».
الترجمة
العربية Español አማርኛ English اردو Indonesia বাংলা Français Türkçe Русский Bosanski සිංහල हिन्दी 中文 فارسی Tiếng Việt Tagalog Kurdî Hausa Português മലയാളം తెలుగు Kiswahili தமிழ் မြန်မာ ไทย Deutsch پښتو অসমীয়া Shqip Nederlands Кыргызча नेपाली Lietuvių دری Српски тоҷикӣ Kinyarwanda Română Magyar Čeština Moore Malagasy Oromoo ಕನ್ನಡ Wolof Azərbaycan O‘zbek Українська ქართული Македонски ភាសាខ្មែរ Bambara ਪੰਜਾਬੀ मराठी Kirundi Kurmancî Bahasa Melayuالشرح
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ પાંચ ફર્ઝ નમઝો પઢે, નફિલ નમઝો ન પઢે, ફક્ત રમજાન મહિનાના રોઝા રાખે અને બીજા નફિલ રોઝા ન રાખે, અને અલ્લાહ એ જે હલાલ કર્યું છે તેને હલાલ સમજી કરે, અને જે વસ્તુ અલ્લાહએ હરામ કર્યું છે તેને હરામ સમજી તેનાથી બચે, તો તે જન્નતમાં દાખલ થશે.فوائد الحديث
આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે એક મુસલમાન ફરજો બજાવવા અને હરામ કર્યો (પ્રતિબંધિત વસ્તુઓ) થી દૂર રહેવા માટે ઉત્સુક હોવો જોઈએ અને તેનો હેતુ ફક્ત જન્નતમાં પ્રવેશવાનો હોવો જોઈએ.
આ હદીષ જે હલાલ છે તેને હલાલ સમજવા અને જે હરામ છે તેને હરામ સમજવાનું મહત્વ દર્શાવે છે.
હલાલ કાર્યો કરવા અને હરામ કાર્યોથી બચવું એ જન્નતમાં દાખલ થવાનું એક મહત્વનું કારણ છે.
