પુરુષોની સૌથી શ્રેષ્ઠ સફ, પહેલી સફ છે અને અત્યંત ખરાબ સફ છેલ્લી સફ છે, જ્યારે કે સ્ત્રીઓની સૌથી શ્રેષ્ઠ સફ છેલ્લી…

પુરુષોની સૌથી શ્રેષ્ઠ સફ, પહેલી સફ છે અને અત્યંત ખરાબ સફ છેલ્લી સફ છે, જ્યારે કે સ્ત્રીઓની સૌથી શ્રેષ્ઠ સફ છેલ્લી સફ છે અને સૌથી ખરાબ સફ પહેલી સફ છે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «પુરુષોની સૌથી શ્રેષ્ઠ સફ, પહેલી સફ છે અને અત્યંત ખરાબ સફ છેલ્લી સફ છે, જ્યારે કે સ્ત્રીઓની સૌથી શ્રેષ્ઠ સફ છેલ્લી સફ છે અને સૌથી ખરાબ સફ પહેલી સફ છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એજણાવ્યું કે પુરુષોની નમાઝમાં સૌથી શ્રેષ્ઠ, સવાબ અને મહત્ત્વતામાં વધારે સફ પહેલી સફ છે; કારણકે તેઓ ઈમામ (નમાઝ પઢાવનાર)ની ખૂબ જ નજીક હોય છે, તેની તિલાવત સાંભળે છે, અને સ્ત્રીઓથી ખૂબ જ દૂર હોય છે, અને પુરુષોની સૌથી ખરાબ અને સવાબમાં ખૂબ જ ઓછી, અને શરીઅતની માંગથી દૂર છેલ્લી સફ છે, અને સ્ત્રીઓની સૌથી શ્રેષ્ઠ સફ છેલ્લી સફ છે; કારણકે તેણીઓ પડદા પાછળ અને પુરુષો સાથે ભેગી થવાથી, ફિતના અને બુરાઈમાં સપડાવવાથી ખૂબ જ દૂર હોય છે, અને સૌથી ખરાબ સફ પહેલી સફ છે; કારણકે તેણીઓ પુરુષોની નજીક હોય છે, અને ફિતનામાં સપડાઈ શકે છે.

فوائد الحديث

આ હદીષમાં પુરુષોને સત્કાર્યોમાં ઉતાવળ કરવા અને આગળ રહેવા પર ઉભાર્યા છે, અને નમાઝમાં પહેલી સફમાં રહેવાનું કહ્યું છે.

સ્ત્રીઓ માટે મસ્જિદમાં પુરુષોની પાછળની સફોમાં નમાઝ પઢવી જાઈઝ છે, પરંતુ નરમી અને પડદાની સાથે.

જો સ્ત્રીઓ મસ્જિદમાં એકઠી થઈ જાય, તો તેણીઓએ પુરુષોની માફક જ સફ બનાવવી જોઈએ અને અલગ અલગ ઉભા ન રહેવું જોઈએ, પરંતુ તેણીઓએ એક સાથે એક જ સફમાં ઊભું રહેવું જોઈએ, અને ખાલી જગ્યા પૂર કરવી જોઈએ, જેમકે પુરુષોની સફોમાં કરવામાં આવે છે.

શરીઅતના નિયમોની મહત્ત્વતા કે તે ઈબાદતની જગ્યાઓ પર પણ સ્ત્રીઓને પુરુષોથી દૂર રહેવાનું કહે છે.

લોકોને પોતાના અમલના આધારે વિવિધ ગુણો ધરાવે છે.

ઈમામ નવવી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ કહ્યું: જ્યાં સુધી પુરુષોની સફોની વાત છે, તો તે આ નિયમ પ્રમાણે છે, તેમની સૌથી શ્રેષ્ઠ સફ પહેલી સફ છે, અને સૌથી ખરાબ સફ છેલ્લી છે, અને સ્ત્રીઓની સફોની વાત છે, તો હદીષ પ્રમાણે સ્ત્રીઓની તે સફો છે, જે તેણીઓ પુરુષો સાથે નમાઝ પઢે છે, પરંતુ જો તેણીઓ પુરુષો વગર અલગ નમાઝ પઢતી હોય, તો તેણીઓની પણ સૌથી શ્રેષ્ઠ સફ પહેલી છે અને ખરાબ છેલ્લી સફ છે.

ઈમામ નવવી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ કહ્યું: પહેલી સફ જેના વખાણ હદીષમાં કરવામાં આવ્યા અને તેમાં આગળ રહેવા પર ઉભારવામાં આવ્યા, તો તે સફ ઈમામની પાછળની સફ છે, ભલેને તેમાં આવનાર વ્યક્તિ વહેલો આવે કે મોડો, અથવા પાછળથી આવી તેમાં જોડાઈ ગયો હોય.

التصنيفات

જમાઅત સાથે નમાઝ પઢવાની મહ્ત્વતા અને તેનો આદેશ